Video/ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા વૃંદાવન, દીકરી વામિકા સાથે વીડિયો વાયરલ

વિરાટ કોહલી બાંગ્લાદેશ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ ક્રિકેટમાંથી બ્રેક પર છે. વિરાટ હાલમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. વિરાટ કોહલી નવા વર્ષ માટે પરિવાર સાથે દુબઈમાં હતો

Sports Videos
વિરાટ કોહલી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે વૃંદાવન પહોંચ્યો હતો. વિરાટ અને અનુષ્કાની સાથે તેમની પુત્રી વામિકા પણ હતી. શ્રીલંકા સામેની વનડે શ્રેણી પહેલા વિરાટ પ્રેમાનંદજી મહારાજને મળવા વૃંદાવન ગયો હતો. વિરાટ કોહલીનો પરિવાર સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં વિરાટ અને અનુષ્કા બંને પ્રેમાનંદજી મહારાજનો સત્સંગ સાંભળે છે. જ્યારે બંને ત્યાં પહોંચ્યા તો વિરાટને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કહેવામાં આવ્યો. વિરાટ કોહલીએ 2021-22માં ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી.

વિરાટ કોહલી બાંગ્લાદેશ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ ક્રિકેટમાંથી બ્રેક પર છે. વિરાટ હાલમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. વિરાટ કોહલી નવા વર્ષ માટે પરિવાર સાથે દુબઈમાં હતો. શ્રીલંકા સામે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 3 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. વિરાટ અને કેપ્ટન રોહિત શર્મા બંને T20 સીરીઝનો ભાગ નથી.

વિરાટ શ્રીલંકા સામેની T20 સીરીઝનો ભાગ નથી, પરંતુ તે ODI સીરીઝમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. ત્રણ મેચોની ટી-20 શ્રેણીની છેલ્લી મેચ 7 જાન્યુઆરીએ રમવાની છે અને તે પછી 10 જાન્યુઆરીથી ભારતે શ્રીલંકા સામે એટલી જ વનડે મેચ રમવાની છે.

આ પણ વાંચો:અમદાવાદમાં ‘પઠાણ’ સામે બજરંગ દળે મચાવ્યો હંગામો,મોલમાં ફાડ્યા શાહરૂખના પોસ્ટર

આ પણ વાંચો:શ્રીલંકાએ બીજી T-20માં ભારતને 16 રને હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન ફરી એક જ ગ્રુપમાં હશે, જાણો ક્યારે રમાશે એશિયા કપ ટૂર્નામેન્ટ