IPL 2022/ વિરાટ કોહલીએ RCBની કેપ્ટનશીપ છોડવા અંગે મૌન તોડ્યું, શા માટે લીધો આ નિર્ણય

2021 T20 વર્લ્ડ કપ પહેલા પણ વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તે ટૂર્નામેન્ટ બાદ આ ફોર્મેટમાં કેપ્ટન્સી છોડી દેશે. આ પછી તેણે રોયલ

Trending Sports
Untitled 75 15 વિરાટ કોહલીએ RCBની કેપ્ટનશીપ છોડવા અંગે મૌન તોડ્યું, શા માટે લીધો આ નિર્ણય

ઈન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી સિઝન બાદ વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારથી દરેક લોકો જાણવા માંગતા હતા કે કિંગ કોહલીએ આ નિર્ણય કેમ લીધો. હવે IPL 2022 પહેલા વિરાટ કોહલીએ પોતે આ મુદ્દે મૌન તોડ્યું છે. કોહલીએ જણાવ્યું કે તેણે આ નિર્ણય કેમ લીધો.

વિરાટ કોહલીએ RCBની કેપ્ટનશીપ છોડવા અંગે ‘ધ RCB પોડકાસ્ટ’ પર કહ્યું, હું એવા લોકોમાંથી નથી જે વસ્તુઓને હોલ્ડ પર રાખવા માંગે છે. ભલે હું જાણું છું કે હું ઘણું કરી શકું છું, પરંતુ જો હું પ્રક્રિયાનો આનંદ માણી રહ્યો નથી, તો હું તે કામ નહીં કરું.

આશ્ચર્ય પામવા જેવું કંઈ નથીઃ કોહલી

કિંગ કોહલીએ વધુમાં કહ્યું કે લોકો માટે એ સમજવું ખૂબ જ મુશ્કેલ છે કે જ્યારે કોઈ ક્રિકેટર આવો નિર્ણય લે છે ત્યારે તે શું વિચારતો હોય છે. તેમણે કહ્યું, જ્યાં સુધી લોકો તમારી સ્થિતિમાં નથી, તેમના માટે તમારા નિર્ણયને સમજવો ખૂબ મુશ્કેલ છે. લોકોની પોતાની અપેક્ષાઓ હોય છે. તેઓ કહે છે કે આ કેવી રીતે થયું, અમે ચોંકી ગયા.

પૂર્વ ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું કે, આમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. હું લોકોને સમજાવું છું કે મારે મારા માટે પણ થોડો સમય જોઈએ છે અને હું વર્કલોડ મેનેજમેન્ટ ઈચ્છું છું અને વાત ત્યાં જ પૂરી થઈ જાય છે.

આરસીબી શરૂઆતથી જ આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. કોહલીએ કેપ્ટન પદ છોડવાના નિર્ણય અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું કે, “ખરેખર એવું કંઈ નહોતું.” હું મારું જીવન ખૂબ જ સરળ રીતે જીવું છું. જ્યારે મારે નિર્ણય લેવાનો હોય ત્યારે હું નિર્ણય લઉં છું અને તેની જાહેરાત કરું છું.

અગાઉ ભારતની કેપ્ટનશીપ છોડી દીધી હતી

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 2021 T20 વર્લ્ડ કપ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે ટૂર્નામેન્ટ પછી આ ફોર્મેટમાં કેપ્ટન્સી છોડી દેશે. આ પછી તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડવાની પણ જાહેરાત કરી હતી.

યુક્રેન સંકટ પર PM મોદી આજે કરશે બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

દિલ્હી કેબિનેટની બેઠકમાં લેવાયા બે મહત્વના નિર્ણય, ફિલ્મ બનાવવા માટે સરકાર આપશે 3 કરોડ સુધીની સબસિડી