Virat-Historical Feet/ વિરાટ કોહલી 500મી ટેસ્ટની સિદ્ધિને વધારે ઐતિહાસિક બનાવી શકશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 મેચોની શ્રેણીની Virat Kohli-Historical Feet બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 20 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. આ ભારતની 500મી આંતરરાષ્ટ્રીય મેચ હશે, જેને વિરાટ યાદગાર બનાવવા માંગશે.

Top Stories Sports
Virat kohli વિરાટ કોહલી 500મી ટેસ્ટની સિદ્ધિને વધારે ઐતિહાસિક બનાવી શકશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 મેચોની શ્રેણીની Virat Kohli-Historical Feet બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 20 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. આ ભારતની 500મી આંતરરાષ્ટ્રીય મેચ હશે, જેને વિરાટ યાદગાર બનાવવા માંગશે. કોહલીએ વર્તમાન શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 76 રન બનાવ્યા હતા. અત્યાર સુધી રમાયેલી 499 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો રેકોર્ડ કેટલો છે?

વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) સામે તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમવા જઈ રહ્યો છે. મેદાનમાં ઉતરતાની સાથે જ તે દિગ્ગજ સચિન તેંડુલકર, એમએસ ધોની અને રાહુલ દ્રવિડની ખાસ ક્લબમાં જોડાઈ જશે. કોહલી ઓછામાં ઓછી 500 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ભારતનો ચોથો ક્રિકેટર બનશે.
ક્રિકેટના ‘ભગવાન’ કહેવાતા સચિન તેંડુલકરે 664 આંતરરાષ્ટ્રીય મેચ Virat Kohli-Historical Feet રમી છે જ્યારે એમએસ ધોનીએ 535 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જ્યારે ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડે 503 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો છે. 499 આંતરરાષ્ટ્રીય મેચોમાં વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. વિરાટ છેલ્લા 15 વર્ષથી ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ સભ્ય છે.

2008માં પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર વિરાટ કોહલીએ અત્યાર સુધી 499 આંતરરાષ્ટ્રીય મેચોમાં 75 સદીની મદદથી 25461 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવામાં તે મહાન સચિન તેંડુલકર પછી બીજા ક્રમે છે. કોહલીના નામે 558 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 2522 ચોગ્ગા છે જ્યારે તેણે અત્યાર સુધીમાં 279 છગ્ગા ફટકાર્યા છે.

જમણા હાથના બેટ્સમેન વિરાટ કોહલીએ 110 ટેસ્ટ મેચોની Virat Kohli-Historical Feet 186 ઇનિંગ્સમાં 8555 રન બનાવ્યા છે, જેમાં 11 વખત અણનમ રહ્યો છે, જેમાં 28 સદી અને 29 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 254 રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 955 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે ફિલ્ડિંગમાં પણ 110 કેચ પકડ્યા છે.

35 વર્ષીય વિરાટ કોહલીએ 274 વનડેમાં 57.32ની એવરેજથી 12898 રન બનાવ્યા છે, જેમાં 46 સદી અને 65 અડધી સદી સામેલ છે. તેણે 1211 ચોગ્ગા અને 138 છગ્ગા ફટકાર્યા છે જ્યારે તેણે ફિલ્ડિંગ દરમિયાન 141 કેચ પકડ્યા છે. વિરાટ કોહલીએ 115 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 4008 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 1 સદી અને 37 અડધી સદી નીકળી છે. T20 કોહલીએ અત્યાર સુધી પોતાના બેટથી 356 ફોર અને 117 સિક્સર ફટકારી છે. તેના નામે 50 કેચ પણ છે.

 

આ પણ વાંચોઃ China-Heatwave/ ચીનમાં 52.2 ડિગ્રી તાપમાન સાથે વિક્રમજનક ગરમી

આ પણ વાંચોઃ J Robert Oppenheimer/ ‘હું બની ગયો છું મૃત્યુ’, અણુબોમ્બ બનાવનાર વિજ્ઞાની ઓપેનહાઇમરે ગીતામાંથી લીધી હતી શીખ; શોધને  જણાવાયું વિનાશકારી 

આ પણ વાંચોઃ World Health Organization/ કેન્સરની ચેતવણી પછી પણ કરી શકાય છે ડાયેટ સોડાનો ઉપયોગ, ખાદ્ય પદાર્થમાં થાય છે એસ્પાર્ટમનો ઉપયોગ 

આ પણ વાંચોઃ Russia-Ukraine War/ ક્રિમિયાને રશિયા સાથે જોડતો 19 કિલોમીટર લાંબો દરિયાઈ પુલ યુક્રેને ઉડાવી દીધો! 

આ પણ વાંચોઃ Britain/  બ્રિટનમાં ભારતીય મૂળના વ્યક્તિની હનીટ્રેપ હત્યામાં 5 લોકો દોષિત, સપ્ટેમ્બરમાં થશે ચુકાદો