Not Set/ વિરાટ કોહલીનો નવો રેકોર્ડ, સચિન કરતા ઝડપી બનાવ્યા 11,000 રન

ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે માન્ચેસ્ટરમાં મેચ રમાઇ હતી. જ્યા શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનની સામે 57 રન બનાવીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. ટીમ ઈંન્ડિયાનાં રન મશીન કહેવાતા વિરાટ કોહલીએ આ મેચમાં 57 રન બનાવીને વિશ્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેડુંલકરને પણ પછાડી દીધો છે. તેણે વન ડે આંતરરાષ્ટ્રીય […]

Top Stories Sports
12479 વિરાટ કોહલીનો નવો રેકોર્ડ, સચિન કરતા ઝડપી બનાવ્યા 11,000 રન

ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે માન્ચેસ્ટરમાં મેચ રમાઇ હતી. જ્યા શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનની સામે 57 રન બનાવીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. ટીમ ઈંન્ડિયાનાં રન મશીન કહેવાતા વિરાટ કોહલીએ આ મેચમાં 57 રન બનાવીને વિશ્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેડુંલકરને પણ પછાડી દીધો છે. તેણે વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 222 ઈનિગ્સમાં 11 હજાર રન બનાવી દીધા છે.

 ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

ભારત-પાકિસ્તાન વચ્ચેની વન ડે મેચમાં ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ નવો વિક્રમ બનાવ્યો છે. કોહલીએ વન-ડે મેચમાં 222 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 11,000 રન નોંધાવીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અત્યાર સુધી આ રેકોર્ડ સચિનનાં નામે હતો. સચિને 276 ઇનિંગ્સમાં 11,000 રન નોંધાવ્યા હતા. આ પહેલા કોહલીએ 2017માં સૌથી ઝડપી 8,000 રન પુરા કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 175 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. તેટલુ જ નહી સૌથી ઝડપી 9,000 રન કરવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીનાં જ નામે છે. વિરાટે 194 ઇનિંગ્સમાં આ સિદ્ધી મેળવી હતી. સૌથી ઝડપી 10,000 રન કરવાનો રેકોર્ડ પણ કોહલીનાં નામે હતો. તેણે 205 ઇનિંગ્સમાં વિરાટે આ સિદ્ધી મેળવી હતી. અગાઉ સચિને 259 ઇનિંગમાં 10,000 રન પુરા કર્યા હતા અને હવે સચિનની જગ્યાએ કોહલી સૌથી ઝડપી રનોનો બેતાજ બાદશાહ બની રહ્યો છે.

Virat kohli named icc test ODI cricketer of the year 2018 વિરાટ કોહલીનો નવો રેકોર્ડ, સચિન કરતા ઝડપી બનાવ્યા 11,000 રન

 ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

સૌથી ઝડપી 11,000 રન કરવામાં હવે સચિન બીજા નંબરે(276 ઈનિંગ્સ), રિકી પોન્ટિંગ (286 ઈનિંગ્સ) ત્રીજા નંબરે છે, જ્યારે સૌરવ ગાંગુલી (288 ઇનિંગ્સ) ચોથા નંબરે છે. ભારત માટે સારી વાત એ છે કે ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તેના બેસ્ટ ફોર્મમાં રમી રહ્યો છે. આ પહેલા ટીમ ઈંન્ડિયા તરફથી સચિનને આ નજરે જોવામાં આવતો હતો. 11 હજાર રનની લિસ્ટમાં વિરાટ કોહલી ભારતનો ત્રીજો ખેલાડી બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.