Not Set/ Vodafone-Idea હવે બન્યુ Vi, કંપનીએ Logo પણ બદલ્યો

  ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા હવે નવા નામથી જાણીતી થશે. ઉપરાંત, કંપનીનો લોગો અને બ્રાન્ડ બંને બદલાશે. સોમવારે, કંપનીએ રિબ્રાન્ડિંગની જાહેરાત કરી. કંપનીનું નવું બ્રાંડ નામ ‘Vi’ હશે. કંપનીનાં જણાવ્યા મુજબ, આપણે તેને ‘We’ તરીકે વાંચી શકીએ છીએ. કંપનીનાં જણાવ્યા અનુસાર, બંને બ્રાન્ડનાં એકીકરણને ટેલિકોમ વિશ્વનું સૌથી મોટું એકીકરણ ગણાવ્યું છે. વોડાફોન આઈડિયાનાં એમડી અને […]

Business
e9a290c479d8f633309d69217b6aaf2e Vodafone-Idea હવે બન્યુ Vi, કંપનીએ Logo પણ બદલ્યો
 

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા હવે નવા નામથી જાણીતી થશે. ઉપરાંત, કંપનીનો લોગો અને બ્રાન્ડ બંને બદલાશે. સોમવારે, કંપનીએ રિબ્રાન્ડિંગની જાહેરાત કરી. કંપનીનું નવું બ્રાંડ નામ ‘Vi’ હશે. કંપનીનાં જણાવ્યા મુજબ, આપણે તેને ‘We’ તરીકે વાંચી શકીએ છીએ. કંપનીનાં જણાવ્યા અનુસાર, બંને બ્રાન્ડનાં એકીકરણને ટેલિકોમ વિશ્વનું સૌથી મોટું એકીકરણ ગણાવ્યું છે.

વોડાફોન આઈડિયાનાં એમડી અને સીઇઓ રવિન્દર ટક્કરે નવી બ્રાન્ડ લોંચ કરી હતી અને કહ્યું હતું કે વોડાફોન આઈડિયાનું મર્જર બે વર્ષ પહેલાં થયું હતું. ત્યારબાદથી અમે બે મોટા નેટવર્ક, અમારી ટીમ અને પ્રક્રિયાને એકીકૃત કરવાનું કામ કરી રહ્યા હતા. આજે VI બ્રાન્ડ રજૂ કરીને હુ ખૂબ જ ખુશ છું. ભારતીઓ આશાવાદી હોય છે અને જીવનમાં આગળ વધવા માંગે છે. રવિંદર ટક્કરે કહ્યું કે, કંપની ટેરિફ વધારવા માટે તૈયારી છે. નવા ટેરિફથી કંપનીને ARPU સુધારવામાં મદદ મળશે. હાલમાં તે રૂ.114 છે, જ્યારે એરટેલ અને જિઓનું ARPU અનુક્રમે રૂ.157 અને રૂ.140 છે.

આદિત્ય બિરલા ગ્રુપનાં અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે, વોડાફોન અને આઈડિયાએ નેટવર્ક અનુભવ, ગ્રામીણ જોડાણ, ગ્રાહક સેવા અને એન્ટરપ્રાઇઝ મોબિલીટી સોલ્યુશન્સમાં નવા બેંચમાર્ક સ્થાપ્યા છે. 1990 નાં દાયકાનાં મધ્યભાગથી, વોડાફોન અને આઇડિયાએ તેના ઘણા અવતારોમાં આ ક્ષેત્રનાં વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. કંપની બોર્ડે ઇક્વિટી શેર જારી કરીને 25,000 કરોડ રૂપિયા વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તેનાથી કંપનીની રોકડ સંકટ સમાપ્ત થાય તેવી સંભાવના છે. કંપનીનાં ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહી છે. ઉપરાંત, તેના એવરેજ રેવન્યૂ યુઝરમાં પણ ઘટાડો થયો છે. કંપનીએ બાકી AGR તરીકે સરકારને રૂ.50,000 કરોડ ચૂકવવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.