Not Set/ કર્ણાટક પેટા ચૂંટણી/ 15 બેઠકો પર મતદાન શરૂ, યેદિયુરપ્પાની આજે થશે પરીક્ષા

ગુરુવારે કર્ણાટકમાં 15 વિધાનસભા સિટો માટે મતદાન શરૂ થયું હતું.કર્ણાટકની વિધાનસભાની પેટા ચૂંટણી બીજેપી સરકાર માટે કરો યા મરો જેવી સાબિત થાય એમ છે. સરકારને બહુમત સાબિત કરવા માટે પેટાચૂંટણીની ઓછામાં ઓછી 6 બેઠક પર જીત મેળવી પડશે. વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ 9 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં બીજેપી સરકાર સત્તામાં […]

Top Stories India
images 89 કર્ણાટક પેટા ચૂંટણી/ 15 બેઠકો પર મતદાન શરૂ, યેદિયુરપ્પાની આજે થશે પરીક્ષા

ગુરુવારે કર્ણાટકમાં 15 વિધાનસભા સિટો માટે મતદાન શરૂ થયું હતું.કર્ણાટકની વિધાનસભાની પેટા ચૂંટણી બીજેપી સરકાર માટે કરો યા મરો જેવી સાબિત થાય એમ છે. સરકારને બહુમત સાબિત કરવા માટે પેટાચૂંટણીની ઓછામાં ઓછી 6 બેઠક પર જીત મેળવી પડશે. વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ 9 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં બીજેપી સરકાર સત્તામાં છે.

આજે જે 15 સીટો પર મતદાન શરૂ થયું છે એમાંથી 12 પર કોંગ્રેસ અને ત્રણ પર જેડી(એસ)નું વર્ચસ્વ છે. જોકે આ ઉપચૂંટણીમાં મતદાન ઓછુ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજેપીએ સત્તામાં રહેવા માટે 225 સભ્યોની વિધાનસભામાં ઓછામાં ઓછી 6 સીટ જીતવાની જરુર છે. 15 બેઠક પર પેટાચૂંટણી બાદ વિધાનસભાની ક્ષમતા 223 થઇ જશે. એવામાં ભાજપને બહુમતિ માટે 111 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે.

આ ચૂંટણી 17 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા પછી ઉભી થયેલી ખામીઓને ભરવા માટે આયોજીત કરવામાં આવી છે. આ ધારાસભ્યોમા કોંગ્રેસ અને જેડી(એસ)ના બાગી નેતાઓ સામેલ છે. જેમની બગાવતને કારણે જુલાઇમાં એચડી કુમારસ્વામીની કોંગ્રેસ-જેડી(એસ)સરકાર પડી ભાંગી હતી અને બીજેપીનો સત્તામાં આવવાનો રસ્તો મોકળો બન્યો હતો.

વિધાનસભામાં અત્યારે ભાજપ પાસે 105 (એક અપક્ષ ઉમેદવાર સહિત), કોંગ્રેસના 66 અને જેડી(એસ) ના 34 ધારાસભ્યો છે. બસપાનો પણ એક ધારાસભ્ય છે. આ સિવાય એક મનોનીત ધારાસભ્ય અને સ્પીકર છે. અયોગ્ય જાહેર કરાયેલા 13 ધારાસભ્યોને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.