Not Set/ રાજ્યનાં મોટાભાગનાં ડેમમાં પાણીની દેખાઇ ઘટ, સૌરાષ્ટ્રનાં 139 ડેમમાં 6.63 ટકા જ પાણી

ગુજરાતમાં વરસાદે ઘણા વિસ્તારોમાં સંતા કૂકડી રમી છે, જ્યારે ઘણા એવા પણ વિસ્તારો છે કે જ્યા મેઘો ખૂબ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદથી મોટાભાગનાં ડેમની જળસપાટીમાં વધારો જોવા મળ્યો છે, જેથી આવનારા સમયમાં પાણીની તંગીથી મુક્તી થઇ શકે તેમ છે. પરંતુ અહી વધુ ખુશ થવા જેવુ નથી, કારણ કે આ પાણીનો સંચય […]

Gujarat
narmada રાજ્યનાં મોટાભાગનાં ડેમમાં પાણીની દેખાઇ ઘટ, સૌરાષ્ટ્રનાં 139 ડેમમાં 6.63 ટકા જ પાણી

ગુજરાતમાં વરસાદે ઘણા વિસ્તારોમાં સંતા કૂકડી રમી છે, જ્યારે ઘણા એવા પણ વિસ્તારો છે કે જ્યા મેઘો ખૂબ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદથી મોટાભાગનાં ડેમની જળસપાટીમાં વધારો જોવા મળ્યો છે, જેથી આવનારા સમયમાં પાણીની તંગીથી મુક્તી થઇ શકે તેમ છે. પરંતુ અહી વધુ ખુશ થવા જેવુ નથી, કારણ કે આ પાણીનો સંચય કેટલો સમય રહેશે તે કહી શકાય તેમ નથી. કારણ કે રાજ્યનાં 205 ડેમમાં હવે માત્ર 29.52 ટકા જ પાણી બચ્યુ છે. જે ચિંતાનો વિષય બન્યુ છે.

ગુજરાત અંદાજે 6 કરોડની વસ્તી ધરાવતુ રાજ્ય છે, જ્યા ગત વર્ષે ઓછા વરસાદથી અનેક ડેમનાં તળિયા દેખાયા હતા. આજે જો દક્ષિણને બાદ કરીએ તો રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ છે. ત્યારે રાજ્યનાં જળાસયોની શું સ્થિતિ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રનાં 139 ડેમમાં 6.63 ટકા જ પાણી બચ્યુ છે. જ્યારે કચ્છનાં ડેમમાં 10.19 ટકા જ પાણી બચ્યુ છે. વળી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહી 15 ડેમમાં 12.06 ટકા પાણી હાલ પુરતુ છે. મધ્ય ગુજરાતનાં 17 ડેમમાં 38.93 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. દક્ષિણ ગુજરાતનાં 13 ડેમમાં 13.67 ટકા પાણી બચ્યુ છે. એક માત્ર સરદાર સરોવર ડેમમાં 29.52 ટકા પાણીનો જથ્થો છે. એટલે કહી શકાય કે રાજ્યની ચિંતા હજુ દૂર નથી થઇ. ઘણા વિસ્તારોમાં વરસાદની અછતથી જગતનો તાત પણ ચિંતામાં મુકાઇ ગયો છે. જો કે હજુ બે મહિના વરસાદી સીઝન રહેશે ત્યારે જોવાનું રહેશે કે વરસાદ આ દરમિયાન કેટલો મહેરબાન થશે.

જો રાજ્યમાં આવનારા બે મહિનામાં સારો વરસાદ નહી થાય અને 205 ડેમમાં અંદાજે 60 ટકાથી વધુ પાણીનું સંચય નહી થાય તો ગુજરાતીઓને પાણીની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે પાણી વરસી રહ્યુ છે પરંતુ તેનું સંચય નથી થઇ રહ્યુ. ત્યારે આ વખતે સરકારની સાથે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે. જો પાણીને બચાવવામાં જ નહી આવે તો કેવા સમયનો સામનો કરવો પડી શકે છે તેની કલ્પના કરવી પણ મુશ્કિલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.