vadodra/ વડોદરામાં 4 મહિનાથી પાણીની સમસ્યા, મહિલાઓનો આક્રોશ ચરમસીમાએ

 ‘મોદીનું નામ લીધું એટલે વોટ મળશે’, ‘કોર્પોરેટર મોઢું ન બતાવતા હોવાનો આક્ષેપ

Gujarat Vadodara
White Minimalist And Natural Travel YouTube Thumbnail 20 વડોદરામાં 4 મહિનાથી પાણીની સમસ્યા, મહિલાઓનો આક્રોશ ચરમસીમાએ

Vadodra News : વડોદરામાં પાણીની સમસ્યા હવે સામાન્ય બનતી જાય છે. લોકો કોર્પોરેશનમાં વેરો ભરે છે, એમ છતાં તેમની પાણીની સમસ્યા દૂર થતી નથી. વડોદરાના નોવિનો-તરસાલી રોડ પર આવેલી વ્રજધારા સોસાયટી વિભાગ-2માં છેલ્લા 4 મહિનાથી પાણીની સમસ્યા છે, તેથી આજે સ્થાનિક લોકોએ માટલાં ફોડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે લોકો મોદીના નામે ચરી ખાય છે. કોર્પોરેટરો હવે મોઢુ પણ બતાવતા નથી. લોકોને સ્માર્ટ સિટીની જરૂર નથી રોજીંદી વસ્તુઓ મળે તેટલી જ વિનંતી છે.

વ્રજધામ સોસાયટીમાં રહેતી એક મહિલાનું કહેવું છે કે છેલ્લા ચારેક મહિનાથી પાણીનું પ્રેશર ઓછુ છે. જેને કારણે પીવા તથા વાપરવાના પાણીની મુશ્કેલી પડી રહી છે. અનેક રજૂઆતો છતા તેનો ઉકેલ આવતો નથી. અમારા વિસ્તારમાં કોણ કોર્પોરેટર છે તે ખબર નથી અને તે આવી હાલતમાં પણ અહીં આવતા નથી.

બસ મોદીનું નામ લેવાનું અને વોટ લેવાના. ટુંકમાં બધા મોદીના નામે ચરી ખાય છે. વેરો સમયસર ભરતા હોવા છતા આ હાલત છે. અને વોટ પણ આપ્યો છે છત્તા આ હાલત છે.

અન્ય એક રહેવાસીનું કહેવું છે કે અંદાજે 10 હજારનો ખર્ચ કરીને પાણીની પાઈપલાઈન ખોદાવી પણ પાણી આવતું નથી. પાણીને કારણે અડોશપડોશમાં ઝઘડા પણ વધી ગયા છે.મોદી સાહેબના નામે વોટ મળી જશે એમ માનીને સ્થાનિક કોર્પોરેટરો મોઠુ પણ બતાવતા નથી. રોજ એક માટલુ ભરાય તેટલું પણ પાણી આવતું નથી. એક પરિવારને બે દિવસે એક ટેન્કર મંગાવવું પડે છે અને આ માટે પાંચસો રૂપિયા ખર્ચવા પડે છે.

સોસાયટીના લોકોએ આજે પાણી આપો પાણી આપો અને કોર્પોરેશન હાય હાય ના નારા લાગ્યા હતા. ખાસ કરીને ગૃહિણીઓમાં આક્રોશ ખૂબ જોવા મળ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના

આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?