બનાસકાંઠા/ નર્મદા કેનાલમાંથી વધુ 15 દિવસ છોડાશે પાણી, ખેડૂતોમાં વ્યાપ્યો ખુશીનો માહોલ

કેનાલમાં 15 તારીખે પાણી બંધ કરવાનો પરિપત્ર મળતા બનાસકાંઠા સરહદી વિસ્તારના ખેડૂતો માં ફફડાટ ફેલાયો હતો.

Gujarat Others Uncategorized
નર્મદા

નર્મદા કેનાલમાં 15 દિવસ પાણી છોડવાની માંગ સ્વીકારવામાં આવતા સરહદી વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કેનાલમાં 15 તારીખે પાણી બંધ કરવાનો પરિપત્ર મળતા બનાસકાંઠા સરહદી વિસ્તારના ખેડૂતો માં ફફડાટ ફેલાયો હતો. એક બાજુ વીજ કાપ અને બીજી બાજુ કેનાલમાં પાણી બંધ થવાની વિગતો સામે આવતા ખેડૂતો મુંજવણમાં મુકાયા હતા. પરંતુ સરકારે 31 તારીખ સુધી પાણી આપવાનો નિર્ણય લેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ મે ખેતી માટે જરૂરી પાણી હતું એ જ પાણી મળવાની આશા બધાઈ છે

બનાસકાંઠાની મુલાકાતે આવેલા સી.એમ ને ભાભર ખાતે રજુઆત થઈ હતી જે બાબત ને લઈ ખેડૂતો માટે સરકારે સ્વેદના દર્શાવી વધુ 15 દિવસ પાણી આપવનો નિર્ણય લીધી છે જે ખેતી માટે આશીર્વાદ રૂપ સમાન સાબિત થશે.

જો કે નોંધનીય બાબત એ પણ છે વાવ થરાદ સુઇગામ અને લાખણી ની અનેક કેનાલ હજુ પણ કોરિધાકોર છે ત્યારે સરકારે સત્વરે આ કેનાલ માં પાણી પહોંચાડે એ સમય અને ખેડુતો ની માંગ છે.

આ પણ વાંચો :રાજકોટમાં ઓમકાર સ્કૂલની ઘટના, પ્રિન્સિપાલે વિદ્યાર્થીને માર્યો ઢોર માર

આ પણ વાંચો : આજે ભાજપ પ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ, ઠેરઠેર જગ્યાએ કરાઈ ઉજવણી

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય મહેશ મકવાણાનું નિધન, કોળી સમાજ શોક મગ્ન

આ પણ વાંચો :ફ્રેન્ડને ડયૂટી સોંપી બોયફ્રેન્ડ સાથે ફરવા જવું મહિલા કોન્સ્ટેબલને પડ્યું ભારે, જાણો સમગ્ર ઘટના