#gujarat/ ગુજરાતમાં પડશે હાડ થીજાવતી ઠંડી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ડિસેમ્બર મહિનામાં ઠૂંઠવાવા જેવી કાતિલ ઠંડી પડશે. ડિસેમ્બરમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ પડવાના કારણે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર પણ વધશે.

Gujarat
મનીષ સોલંકી 98 ગુજરાતમાં પડશે હાડ થીજાવતી ઠંડી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધવા લાગ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે રહેજો તૈયાર રહેજો. ડિસેમ્બર મહિનામાં હાડ થીજાવતી ઠંડી પડશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જેવું વાતાવરણ હોય છે. રાજ્યમાં બે દિવસ પડેલ કમોસમી વરસાદ દરમ્યાન અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો નજારો મળ્યો હતો. કમોસમી વરસાદ થતા પારો 8 ડિગ્રી ગગડતા ઠંડીનું પ્રમાણ વધ્યું. આગામી દિવસોમાં ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી (Gujarat chilling cold) પડશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ડિસેમ્બર મહિનામાં ઠૂંઠવાવા જેવી કાતિલ ઠંડી પડશે. ડિસેમ્બરમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ પડવાના કારણે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર પણ વધશે. 2થી 4 ડિસે. દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત જોવા મળશે. અને 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું ઉપસાગરમાં જોર રહેશે. જ્યારે હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરભાગના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. ઉત્તરીયભાગોમાં હિમવર્ષના કારણે 2થી 16 ડિસેમ્બર દરમ્યાન ગાત્રો થીજાવતી ઠંડી પડશે. અંબલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર (Gujarat chilling cold) વધશે જ્યારે 2થી 16 ડિસે. દરમિયાન દક્ષિણ ભારતમાં ભારે વરસાદ જોવા મળી શકે.

રાજ્યમાં ઠંડી વધુ પડવાના કારણે શિયાળુ પાકને ફાયદો થશે. ખાસ કરીને કમોસમી વરસાદનો માર સહન કરનાર ઘઉં અને સરસવ જેવા પાકોને લાભ થશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું. રાજ્યના અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, અમરેલી જેવા મોટાભાગના શહેરોમા ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અનેક શહેરોમાં ઠંડીનું તાપમાન 11 ડિગ્રીથી પણ નીચું નોંધાયું. જ્યારે નલિયામાં 6.2 જેટલું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. શનિવારે કમોસમી વરસાદને પગલે તાપમાનનો પારો ગગડતા પવન સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતીવાસીઓને કાતિલ ઠંડીથી બચવા સ્વેટર, જેકેટ કાઢી રાખવાનું કહેતા ડિસેમ્બર મહિનામાં ગાત્રો થીજાવતી ઠંડીની આગાહી કરી.


whatsapp ad White Font big size 2 4 ગુજરાતમાં પડશે હાડ થીજાવતી ઠંડી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી


આ પણ વાંચો : Modi’s Strategist/ ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનિલ ઓઝાનું નિધન

આ પણ વાંચો : Pakistan And Afghanistan/ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરણાર્થી અને ખતરનાક આતંકવાદીને લઈને સંબંધો વણસ્યા

આ પણ વાંચો : Income Tax Raid/ ગુજરાતમાં આર.આર. કેબલ કંપનીને ત્યાં આઇટી ત્રાટક્યુ