3rd T20/ વેસ્ટ ઈન્ડિઝે ભારતને આપ્યો 165 રનનો ટાર્ગેટ

સેન્ટ કિટ્સમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. પાંચ મેચોની આ શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે. ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

Top Stories Sports
7 2 વેસ્ટ ઈન્ડિઝે ભારતને આપ્યો 165 રનનો ટાર્ગેટ

સેન્ટ કિટ્સમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. પાંચ મેચોની આ શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે. ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને 164 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝને સારી શરૂઆત મળી, પરંતુ તેની વિકેટો વચ્ચે પડતી રહી. જોકે, અંતે રોવમેન પોવેલ અને શિમરોન હેટમાયરની જોરદાર બેટિંગના કારણે સ્કોર 164 રન સુધી પહોંચ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝનો દાવ – 164/5 (20 ઓવર)

પહેલી વિકેટ – બ્રાંડન કિંગ (20 રન) 7.2 ઓવર, 57/1
બીજી વિકેટ – નિકોલસ પૂરન (22 રન) 14.4 ઓવર, 107/2
ત્રીજી વિકેટ – કાયલ મેયર્સ (73 રન) 16.2 ઓવર, 128/3
ચોથી વિકેટ – રોવમેન પોવેલ (23 રન) 19.3 ઓવર, 162/4
પાંચમી વિકેટ- શિમરોન હેટમાયર (20 રન) 19.5 ઓવર, 163/5