Political/ ખેડૂતોને લઇને આ શું બોલી ગયા BJP સાંસદ સુશીલ મોદી

ભાજપનાં સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું છે કે, દિલ્હીમાં આંદોલન કરનારા ખેડૂતોને વાસ્તવિક ખેડૂત ન કહી શકાય….

India
sssss 6 ખેડૂતોને લઇને આ શું બોલી ગયા BJP સાંસદ સુશીલ મોદી

ભાજપનાં સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું છે કે, દિલ્હીમાં આંદોલન કરનારા ખેડૂતોને વાસ્તવિક ખેડૂત ન કહી શકાય. તેમણે કહ્યું કે, જે લોકો સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રીય પર્વની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા માટે વલણ અપનાવે છે, તેઓ ખરા ખેડૂત હોઈ શકતા નથી.

એક ટ્વિટમાં સાંસદે કહ્યું કે, ત્રણ નવા કૃષિ કાયદાઓ પર વચગાળાની રોક લગાવીને સુપ્રીમ કોર્ટે આંદોલનકારી ખેડૂતોનો વિશ્વાસ જીતવાનો સૌથી મોટો પ્રયાસ કર્યો છે. જો કે, અરાજકતા પ્રેમી વિપક્ષ અને ખેડૂત નેતાઓએ અદાલતની પહેલથી રચાયેલી નિષ્ણાંત સમિતિને સ્વીકારવાનો ઇનકાર કરી, આ વાતને પર્વત સમાન ફેરવી દીધી છે. તેઓ ટ્રેક્ટર રેલી કાઢીને રાજધાનીમાં પ્રજાસત્તાક દિનની પરેડને વિક્ષેપિત કરવા માંગે છે, જ્યારે આ પરેડ ક્યારેય ભાજપ કે કોઈ શાસક પક્ષનું કાર્ય રહ્યું નથી.

અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું છે કે, મકરસંક્રાંતિ એ ભારત જેવા કૃષિ પ્રધાન સમાજનો ઉત્સવ છે, જે દેશનાં જુદા જુદા ભાગોમાં જુદા જુદા નામોથી ઉજવવામાં આવે છે, પરંતુ કમનસીબે આ વર્ષે વિપક્ષની વાતમાં આવી પંજાબ-હરિયાણાનાં ખેડૂતોનાં એક વર્ગને સંક્રાતિનાં પહેલા પંજાબમાં મનાવવામાં આવેલ લોહડી પર્વને પણ રાજકીય દુરૂપયોગ કર્યો.

Technology / લેન્ડલાઇનથી મોબાઇલ પર કોલ કરવાની બદલાઇ પદ્ધતિ, આ નંબર પહેલા …

farmers-protest / ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધી ફરી રસ્તા પર,કોંગ્રેસની વિરોધ રે…

કૃષિ આંદોલન / વાતાઘાટનો મુદ્દો શું? કૃષિ કાયદાનું હવે શું ? ઉકેલ આવશે કે પ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો