IND vs ENG/ એવુ તે શું થયુ કે રોહિત અને કોહલી પર ભડક્યા ઈન્ઝમામ-ઉલ-હક?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચમાં પ્રથમ ઈનિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ જે રીતે રક્ષણાત્મક અભિગમ સાથે બેટિંગ કરી હતી

Sports
રોહિત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચમાં પ્રથમ ઈનિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ જે રીતે રક્ષણાત્મક અભિગમ સાથે બેટિંગ કરી હતી તેનાથી પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હક નારાજ દેખાઇ રહ્યા છે. આ માટે બંને ખેલાડીઓની તેમણે ટીકા પણ કરી છે. હેડિંગ્લે ખાતે રમાઈ રહેલી આ મેચનાં પહેલા દિવસે, પાકિસ્તાનનાં ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીએ સારી શરૂઆત બાદ ભારતીય ટીમનાં બે મોટા બેટ્સમેનોની વિકેટ ગુમાવવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી.

1 268 એવુ તે શું થયુ કે રોહિત અને કોહલી પર ભડક્યા ઈન્ઝમામ-ઉલ-હક?

આ પણ વાંચો – IND vs ENG / પૂજારાના ખરાબ પ્રદર્શન પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનનો કટાક્ષ

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જોકે તેમનો નિર્ણય સાચો સાબિત થયો ન હતો અને સમગ્ર ભારતીય ટીમ માત્ર 78 રનમાં સમેટાઈ ગઈ હતી. 12 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ભારત ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં 100 રન પણ બનાવી શક્યું નથી. ઈન્ઝમામ-ઉલ-હકે બેટિંગમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનનાં મુદ્દે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, વિરાટ સેનાનાં ખેલાડીઓ માત્ર રન બનાવવામાં નિષ્ફળ એટલા માટે રહ્યા કારણ કે તેઓ ઈંગ્લેન્ડનાં બોલરો પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

1 270 એવુ તે શું થયુ કે રોહિત અને કોહલી પર ભડક્યા ઈન્ઝમામ-ઉલ-હક?

ઇન્ઝમામનું માનવું છે કે, જો કોઈ બેટ્સમેન મેચમાં 25 થી 30 બોલ રમે છે, તો તેના હાથ અને આંખો પરિસ્થિતિને અનુકૂળ થઇ જાય છે અને તેને પિચ કેવી છે તે સમજવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા તેમણે કહ્યું કે, ‘ભારતીય બેટ્સમેનો હેડિંગ્લેમાં એક વખત પણ ઇંગ્લેન્ડનાં બોલરો પર દબાણ ન લાવી શક્યા. એક ક્રિકેટર તરીકે, પિચની પ્રકૃતિ ગમે તે હોય, બોલ સ્પિન કરશે અથવા તો સ્વિંગ કરશે અને જો તમે ત્યાં 25-30 બોલ રમ્યા હોય, તો તમારી આંખો સ્થિર થઇ જવી જોઈએ અને પિચ પર જેવી છે તે પ્રમાણે તમારુ બેટ ફરવું જોઈએ.’

1 269 એવુ તે શું થયુ કે રોહિત અને કોહલી પર ભડક્યા ઈન્ઝમામ-ઉલ-હક?

આ પણ વાંચો – IND vs ENG / પતંનો ખુલાસો- મોહમ્મદ સિરાજ પર દર્શકોએ ફેંકી હતી બોલ

આગળ વાત કરતા, પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટને રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઈનિંગ્સનાં ઉદાહરણો આપીને પોતાની વાત સાબિત કરી. તેમણે કહ્યું, ‘તમારે થોડો સમય પસાર કર્યા પછી તકો બનાવવી પડશે, જેમ કે રોહિત શર્માએ 105 બોલ રમ્યા હતા, તમે 105 બોલ રમ્યા પછી કહી શકતા નથી કે તમે સેટ ન હોતા, તમારે પહેલા જવાબદારી લેવી પડશે અને પછી તમે જઈને તમારા શોટ રમી શકો છો. વળી, વિરાટ કોહલીએ પણ 17 બોલનો સામનો કર્યો હતો પરંતુ તે પછી તેણે શું કર્યું. તેણે માત્ર 7 રન બનાવ્યા હતા અને આ સમય દરમિયાન તે સંપૂર્ણપણે રક્ષણાત્મક ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો.