Not Set/ રાજ્યની પોલીસને શું થયું છે? આડેધડ પાસાની કાર્યવાહી બંધ કરો : ગુજરાત હાઇકોર્ટ

બાટલા ચોરીના કેસના આરોપી વિરુદ્ધ પોલીસે PASA કર્યો

Gujarat
gujarat highcourt રાજ્યની પોલીસને શું થયું છે? આડેધડ પાસાની કાર્યવાહી બંધ કરો : ગુજરાત હાઇકોર્ટ

રાજ્યની પોલીસને શું થઇ ગયું છે તે ખબર નથી. લોકોની સામે આડેધડ કાર્યવાહી કરવામાં આવી છે અને તે પણ ખોટી રીતની કાર્યવાહી કરાઈ છે. પાસાનો કાયદો શું છે ? તેનો ઉપયોગ ક્યારે કરાય છે અને કોની સામે કરવામાં આવે છે તેનું ખ્યાલ જ ના હોય તેમ આડેધડ રીતે તેઓ નિર્દોષ અને ભોળી ભાળી પ્રજાની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

થોડા સમય પહેલા ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં એક આરોપીને પાસાની કાર્યવાહીમાં પુરી દીધા હતા ત્યાર બાદ વડોદરામાં ડોક્ટરની સામે રેમેડિસીવર ઇન્જેક્શન મામલે પાસાની કાર્યવાહી કરાઈ હતી અને હવે તાજેતરમાં જ ફક્ત ગેસના બાટલાની ચોરીના કેસમાં અમદાવાદની પોલીસે એક આરોપીની સામે પાસાની કાર્યવાહી કરી દેતા ગુજરાત હાઇકોર્ટે જોરદાર પોલીસનો ઉધડો લીધો છે.

અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ 9 એપ્રિલે FIR નોંધાવી જેમાં તેને એક વ્યક્તિ પર આક્ષેપ કર્યો કે, મારી દાળવડાની લારી ગુજરાત કોલેજ પાસે બંધ કરીને મેં રાખી હતી. જેમાં તમામ સાધન સામગ્રી હતી. તેમાંથી મારો ગેસનો બાટલો આ વ્યક્તિએ ચોરી કરી લીધો છે હવે તે ગેસનો બાટલો પાછો આપવાની ના પાડે છે. જેના આધારે એલિસબ્રિજ પોલીસે FIR નોંધી હતી.

બાટલા ચોરીના કેસના આરોપી વિરુદ્ધ પોલીસે PASA કર્યો

પોલીસે આ આરોપી વિરુદ્ધ PASA ઓર્ડર કરતા આ કેસ હાઇકોર્ટમાં આવ્યો હતો. હાઇકોર્ટમાં સરકારી વકીલને પૂછવામાં આવ્યું કે, આ બનાવ તો લોકડાઉન દરમિયાનનો છે તો આમાં ફરીયાદી જો પોલીસ સ્ટેશન સુધી ગયો હોય તો પહેલા તો તેણે ડીઝાસ્ટર મેનેજમેન્ટનો ભંગ કર્યો છે, તેની ફરિયાદ કેમ નથી? અથવા એને ફરિયાદ કરી તો શું પોલીસ ઘરે FIR નોંધવા ગઈ હતી?

‘આ કેવા વાહીયાત બનાવોમાં PASA લગાડવામાં આવે છે?’

આ સાથે કોર્ટે પૂછ્યું કે, આ વાત જવાદો એ કહો કે લોકડાઉનમાં પોલીસની એવી કેવી વ્યવસ્થા હતી કે ચોર ગેસનો બાટલો ચોરી ગયો અને પોલીસને ખબર ન પડી. આ FIR માત્ર PASA કરવા માટે જ કરવામાં આવી છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે, આ કેવા વાહીયાત બનાવોમાં PASA લગાડવામાં આવે છે, આનાથી ઉત્તમ ઉદાહરણ હોઈ જ ન શકે. સાથે સિનિયર પોલીસ કમિશનરે પણ આમાં સહી કરી છે એટલે એમને પણ હવે ખ્યાલ હશે. હાઇકોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે.