Not Set/ ઉમરેઠ: H K FITNESS સામે જાહેરનામાના ભંગ બદલ કલમ 188 મુજબ ગુનો દાખલ

H K FITNESS સામે જાહેરનામાના ભંગ બદલ કલમ 188 મુજબ ગુનો દાખલ. ગુજરાત રાજ્યમાં વૈશ્વિક મહામારી કોરોના જેવો વાયરસનો ફેલાવો વધી રહ્યો છે ત્યારે સંક્રમણને રોકવા સરકાર તનતોડ મહેનત કરી રહી છે જેને અનુસંધાને જાહેરનામું અમલમાં હોય જેમાં જિમ્નેશિયમ ની દુકાનો ખુલ્લી નહીં રાખવા જાહેરનામું અમલમાં હોવા છતાં ઉમરેઠ ગામ ના ઓડ બજાર વિસ્તારમાં આવેલ. […]

Gujarat
Gym Elevation Featuring Uprights 0 ઉમરેઠ: H K FITNESS સામે જાહેરનામાના ભંગ બદલ કલમ 188 મુજબ ગુનો દાખલ

H K FITNESS સામે જાહેરનામાના ભંગ બદલ કલમ 188 મુજબ ગુનો દાખલ.

ગુજરાત રાજ્યમાં વૈશ્વિક મહામારી કોરોના જેવો વાયરસનો ફેલાવો વધી રહ્યો છે ત્યારે સંક્રમણને રોકવા સરકાર તનતોડ મહેનત કરી રહી છે જેને અનુસંધાને જાહેરનામું અમલમાં હોય જેમાં જિમ્નેશિયમ ની દુકાનો ખુલ્લી નહીં રાખવા જાહેરનામું અમલમાં હોવા છતાં ઉમરેઠ ગામ ના ઓડ બજાર વિસ્તારમાં આવેલ.

 

એકડીયાની વાડીમાં બીજા માળે ચાલતું HK FITNESS નામનું જિમ્નેશિયમ ખુલ્લુ રાખવામાં આવ્યું હતું જેમાં કેટલાય લોકો જીમના સાધનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા તેમજ જાહેરનામાનો ભંગ કરતા ઉમરેઠ પોલીસ દ્વારા HK FITNESS ના માલિક હર્ષ નરેન્દ્રભાઈ ગાભાવાલા વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ઈ.પી.કો કલમ-૧૮૮ મુજબ ઉમરેઠ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો.