Not Set/ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ જાહેર કર્યો પહેલો ફતવો જાણો શું છે…

અફઘાનિસ્તાનમાં તાલિબાને યુનિવર્સિટીના પ્રોફેસરો અને ખાનગી સંસ્થાઓના માલિકોની બેઠક બોલાવી હતી. લગભગ ત્રણ કલાક સુધી આ બેઠક ચાલી હતી

Top Stories
અફઘાનિસ્તાનમાં

અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારોનું સન્માન કરવાની ખાતરી આપ્યાના થોડા દિવસો પછી જ દુનિયા સામે આવવાનું શરૂ થયું છે. તાલિબાનોએ  હેરત પ્રાંતમાં સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં છોકરાઓ અને છોકરીઓને એક સાથે અભ્યાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તાલિબાને સહ-શિક્ષણને સમાજમાં તમામ દુષ્ટતાનું મૂળ ગણાવ્યું છે.

તાલિબાને યુનિવર્સિટીના પ્રોફેસરો અને ખાનગી સંસ્થાઓના માલિકોની બેઠક બોલાવી હતી. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં તાલિબાન નેતા મુલ્લા ફરિદે સહ-શિક્ષણને “સમાજમાં તમામ દુષ્ટતાનું મૂળ” ગણાવ્યું હતું. આ પછી તેણે અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ માટે પ્રથમ  ફતવો તાલિબાનોએ કો-એડ એજ્યુકેશન માટે બહાર પાડયો છે.

મુલ્લા ફરિદે કહ્યું કે છોકરાઓ અને છોકરીઓનું એક સાથે વાંચન સમાપ્ત થવું જોઈએ. આ સિવાય કોઈ વિકલ્પ નથી. મુલ્લા ફરિદે એવો પણ આદેશ આપ્યો હતો કે મહિલા શિક્ષકોને માત્ર મહિલા વિદ્યાર્થીઓને ભણાવવાની મંજૂરી આપવામાં આવશે. તે કોઈ પણ સંજોગોમાં પુરુષ વિદ્યાર્થીઓને ભણાવશે નહીં.

અફઘાનિસ્તાનના વિદ્વાનોના મતે આ નિર્ણય સરકારી યુનિવર્સિટીઓને અસર કરશે નહીં. જોકે, ખાનગી કોલેજો માટે પડકાર પહેલા કરતા વધુ વધશે. હકીકતમાં, તે કોલેજો પહેલેથી જ મહિલા વિદ્યાર્થીઓની અછત સાથે ઝઝૂમી રહી છે. આવી સ્થિતિમાં તેમની સામે મુશ્કેલીઓ વધશે.અફઘાનિસ્તાનના હેરત પ્રાંતમાં આશરે 40 હજાર વિદ્યાર્થીઓ ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે. જ્યારે ત્યાં 2 હજારથી વધુ પ્રોફેસર કાર્યરત છે. તાલિબાને હાલમાં હેરત પ્રાંત માટે આ આદેશ જારી કર્યો છે. પરંતુ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ આદેશ સમગ્ર અફઘાનિસ્તાન પર લાદવામાં આવશે.

નિયુક્તિ / મલેશિયાના નવા વડા પ્રધાન ઇસ્માઇલ સાબરી યાકુબ બન્યા,શનિવારે શપથ લેશે

ભષ્ટ્રાચાર / લોકપાલને છેલ્લા 4 મહિનામાં ભષ્ટ્રાચારની કેટલી ફરિયાદ મળી જાણો…