MANTAVYA Vishesh/ ભારત-પાક. વચ્ચેનો શિમલા કરાર શું છે, તે ક્યારે અને કેમ થયો?

પહલગામ હુમલાના પગલે ભારતે સિંધુ જળ કરારને સ્થગિત કર્યો તો પાકિસ્તાને પણ તેનો વળતો જવાબ આપતા સિમલા કરારનો અમલ પણ મોકૂફ કરી દીધો. સિંધુ જળ કરારનું આપણે જણાવી ગયા, પણ શિમલા કરાર અંગે ઘણા ઓછાને ખબર હશે, તેનું મહત્વ તેની લાક્ષણિકતાની જાણકારી ન જ હોય. વાસ્તવમાં આ શિમલા કરાર એ છે જેનાથી આજની વાસ્તવિક અંકુશ રેખા અસ્તિત્વમાં આવી.

Mantavya Vishesh

પહલગામ હુમલાના પગલે ભારતે સિંધુ જળ કરારને સ્થગિત કર્યો તો પાકિસ્તાને પણ તેનો વળતો જવાબ આપતા સિમલા કરારનો અમલ પણ મોકૂફ કરી દીધો. સિંધુ જળ કરારનું આપણે જણાવી ગયા, પણ શિમલા કરાર અંગે ઘણા ઓછાને ખબર હશે, તેનું મહત્વ તેની લાક્ષણિકતાની જાણકારી ન જ હોય. વાસ્તવમાં આ શિમલા કરાર એ છે જેનાથી આજની વાસ્તવિક અંકુશ રેખા અસ્તિત્વમાં આવી.

આમ હાલમાં જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ છે તે શિમલા કરાર આધારિત છે. ભારતે 17 ડિસેમ્બર 1971ના રોજ 14 દિવસના યુદ્ધ અને ભારતે મેળવેલા નિર્ણાયક વિજય પછી યુદ્ધવિરામના પરિણામે બની હતી. જો કે ભૂતકાળમાં પાકિસ્તાન શિમલા કરારનો અનેક વખત ભંગ કરી ચૂક્યું છે..

ભારતે 16 ડિસેમ્બર 1971ના રોજ પૂર્વ અને પશ્ચિમ બંને મોરચા પર બે અઠવાડિયા સુધી યુદ્ધ લડ્યુ હતુ. તેના પરિણામે નવા જ દેશ બાંગ્લાદેશનું સર્જન થયું હતું. આ યુદ્ધમાં 90 હજારથી પણ વધુ પાકિસ્તાની સૈનિકોએ પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશમાં આત્મસમર્પણ કર્યુ હતુ. પૂર્વમાં શરણાગતિના પગલે પશ્ચિમી પાકિસ્તાનમાં પણ યુદ્ધવિરામ થતાં યુદ્ધનો અંત આવ્યો. આ વિજયના લીધે બાંગ્લાદેશનો જન્મ થયો હતો. તેના પછી બીજા દિવસે ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

શિમલા કરાર

શિમલા કરાર ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે હિમાચલ પ્રદેશના શિમલામાં થયો હતો. આ સંધિનો હેતુ સંબંધોને નુકસાન પહોંચાડનારા સંઘર્ષ અને મુકાબલાઓનો અંત લાવવા તથા મૈત્રીપૂર્ણ તથા સુમેળભર્યા સંબંધોને પ્રોત્સાહન આપવાની સાથે ઉપખંડમાં ટકાઉ શાંતિ સ્થાપિત કરવા માટે કામ કરવાનો હતો. આ કરાર 2 જુલાઈ 1972ના રોજ થયો હતો અને ચાર ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો.

હવે તેને લગભગ 55 વર્ષ વીતી ગયા છે ત્યારે પાકિસ્તાને જણાવ્યું છે કે સિમલા કરારને જાળવી રાખવાના પોતાના અધિકારનો ઉપયોગ કરશે. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અંકુશ રેખા સંલગ્ન કરારમાં એક મહત્વની કલમ છે, જે દક્ષિણમાં મનાવરથી ઉત્તરમાં કેરન અને હિમનદીના વિસ્તારો સુધી અમલમાં છે.

શિમલા કરારની કલમ 4ની પેટા કલમ 1 અને બે જણાવે છે

કાયમ શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે બંને સરકારો સંમત થાય છે કે

  • ભારતીય અને પાકિસ્તાની દળોને આંતરરાષ્ટ્રીય સરહદની તેમની બાજુમાં પરત ખેંચવામાં આવશે
  • જમ્મુ-કાશ્મીરમાં 17 ડિસેમ્બર 1971ના યુદ્ધવિરામના પગલે અસ્તિત્વમાં આવેલી વાસ્તવિક અંકુશ રેખાનું બંને પક્ષો દ્વારા સન્માન કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વગર કરવામાં આવશે. કોઈપણ પક્ષ પારસ્પરિક મતભેદો અને કાયદાકીય અર્થઘટનને ધ્યાનમાં લીધા વગર એકપક્ષીય રીતે તેમા ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે નહી. બંને પક્ષો વધુમાં આ નિયંત્રણ રેખાનો ભંગ કરવાની ધમકી કે બળનો ઉપયોગ કરવાથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા રાખે છે.
  • આ કરાર અમલમાં આવ્યા પછી બંને દેશના લશ્કરી દળ પરત ખેંચવાનો પ્રારંભ થશે અને આ પ્રક્રિયા 30 દિવસમાં પૂરી થશે.

કરારની કલમ 5 મુજબ આ કરાર બંને દેશો દ્વારા તેમની સંલગ્ન બંધારણીય પ્રક્રિયાઓ અનુસાર મંજૂરીને આધીન રહેશે, જે તારીખથી બહાલીના દસ્તાવેજોની આપલે થાય છે તે તારીખથી કરાર અમલમાં આવશે. આમ 17 ડિસેમ્બર 1971ના યુદ્ધ પછી આ શિમલા કરાર અસ્તિત્વમાં આવ્યો હતો.

પાકિસ્તાનની જાહેરાત મહત્વની એટલા માટે છે કેમકે કારણ કે સિમલા કરારમાં યુદ્ધવિરામ રેખાને નિયંત્રણ રેખા તરીકે ઓળખવાની જોગવાઈ છે. જો પાકિસ્તાન સિમલા કરાર સ્થગિત કરે છે તો તે નિયંત્રણ રેખાની માન્યતા પર પ્રશ્ન ઉઠાવશે.

ભારત અને પાકિસ્તાનના લશ્કરી પ્રતિનિધિઓ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મધ્યસ્થી કરાયેલ યુદ્ધવિરામ માટે 1949માં કરાચીમાં મળ્યા હતા. ભારત-પાક.ના પ્રતિનિધિમંડળોએ તે સમયે યુદ્ધવિરામ રેખા સ્થાપી હતી. 13 ઓગસ્ટ 1948ના ઠરાવના ભાગ એકની જોગવાઈ હેઠળ પહેલી જાન્યુઆરી 1949થી જમ્મુ-કાશ્મીરમાં દુશ્મનાવટ ખતમ કરવા માટે યુદ્ધવિરામ રેખા સ્થાપિત કરવામાં આવી હતી. આ યુદ્ધવિરામ રેખા દક્ષિણમાં મનાવરથી  ઉત્તરમાં કેરન સુધી અને પૂર્વમાં કેરનથી હિમનદીના વિસ્તાર સુધી ચાલે છે.

જો કે પાકિસ્તાન આ શિમલા કરારનો અગાઉ ભંગ કરી ચૂક્યું છે. આ પહેલા તેણે 1984માં તેનો ભંગ કર્યો હતો. તે સમયે પાકિસ્તાને સિયાચિન ગ્લેસિયર પર અંકુશ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, આ રીતે તેણે શિમલા કરારનો ભંગ કર્યો હતો, તેના જવાબમાં ભારતે ઓપરેશન મેઘદૂત લોન્ચ કર્યુ હતુ અને આખા સિયાચિન ગ્લેસિયર પર કબ્જો પરત મેળવ્યો હતો. ભારતીય હવાઈદળ અને ભારતીય ભૂમિદળે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

તેના દોઢ દાયકા પછી પાકિસ્તાને 1999માં ફરી પાછો  અંકુશ રેખા પાર કરીને કારગિલમાં 150 કિલોમીટરની વિસ્તારની ઊંચાઈ પર કબ્જો જમાવ્યો હતો, જેના પગલે નેશનલ હાઇવે-1 પર તે સીધો અંકુશ મેળવવાની સ્થિતિમાં આવી જતુ હતું. આમ તેણે ફરીથી શિમલા કરારનો ભંગ કર્યો હતો. આના પગલે ભારતે વળતો પ્રહાર કર્યો હતો અને 500થી વધુ સૈનિકોની કુરબાની પછી કારગિલ પર નિયંત્રણ પરત મેળવ્યું હતું. કારગિલ સંઘર્ષના ચાર વર્ષ પછી ભારત અને પાકિસ્તાન નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ માટે સંમત થયા. 2003થી 2006 સુધી ગોળી ચાલી ન હતી, પરંતુ 2006 પછી પાકે. ઘણી વખત કરારનો ભંગ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી