કૃષિ આંદોલન/ કોરોના કહેર વચ્ચે શું છે ખેડૂત આંદોલનની સ્થિતિ?

રાજધાની દિલ્હીમાં થઇ રહેલા ખેડૂત આંદલોનની થોડા મહિનાઓ પહેલા ખૂબ ચર્ચાઓ થઇ રહી હતી. જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાથી બહારનો વિષય બની ગયો છે….

Trending
123 14 કોરોના કહેર વચ્ચે શું છે ખેડૂત આંદોલનની સ્થિતિ?

રાજધાની દિલ્હીમાં થઇ રહેલા ખેડૂત આંદલોનની થોડા મહિનાઓ પહેલા ખૂબ ચર્ચાઓ થઇ રહી હતી. જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાથી બહારનો વિષય બની ગયો છે. એક તરફ દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વધતા જતા સંક્રમણને નિયંત્રિત કરવા માટે ઘણા જરૂરી પગલા લઈ રહ્યા છે. ત્યારે વધતા કોરોના કેસનાં આ કાળમાં પણ ખેડૂતોનું આંદોલન યથાવત છે.

123 15 કોરોના કહેર વચ્ચે શું છે ખેડૂત આંદોલનની સ્થિતિ?

રાજકારણ / લોકડાઉન લાગશે કે નહી હવે રાજ્ય સરકારો કરશે નિર્ણય : અમિત શાહ

જો કે, દિલ્હી-મેરઠ હાઇવે પર લાગેલી બેરીકેડિંગ દૂર કરવામાં આવી છે. આ સાથે રવિવારે મોડી રાતે દિલ્હીથી ગાઝિયાબાદ તરફનાં ગાઝીપુર બોર્ડર પર રસ્તો ખોલવાનું કામ શરૂ કરાયું છે. આપને જણાવી દઇએ કે, તંત્ર ખેડોતુને સતત આ રસ્તો ખુલ્લો કરવા માંગણી કરી રહ્યા હતા. રસ્તો બંધ થવાને કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ભારતીય કિસાન સંઘનાં મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ તરફથી ગાઝિયાબાદ સુધીનાં માર્ગનાં ત્રણ માર્ગો દિલ્હી પોલીસે ખોલ્યા છે. પોલીસે ખેડૂતોનાં આહવાન બાદ જ આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, ગાઝિયાબાદથી દિલ્હી તરફ જતા તમામ માર્ગો દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર હજી બંધ છે અને ખેડુતો અહીં ધરણા પર બેઠા છે. જો કે પોલીસે આ મામલે સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી.

123 16 કોરોના કહેર વચ્ચે શું છે ખેડૂત આંદોલનની સ્થિતિ?

Covid-19 / ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને કેજરીવાલ સરકારનો મહત્વનો નિર્ણય

વળી કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર પ્રદર્શનની વચ્ચે ભારતીય કિસાન સંઘનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈત ભારતીય કિસાન સંઘની માસિક પંચાયત કરવા માટે શનિવારે ગાજીપુર બોર્ડર પહોંચ્યા હતા. જણાવી દઇએ કે, દર મહિને 17 તારીખે, ભાકિયુ મુખ્ય મથક, સિસૌલી ખાતે માસિક પંચાયત યોજવામાં આવે છે. ચૌધરી નરેશ ટિકૈતે જણાવ્યું હતું કે, “સિસૌલીમાં યોજાનારી માસિક પંચાયત ખેડૂત આંદોલન ચાલુ ન થાય ત્યાં સુધી ગાઝીપુર બોર્ડર પર રહેશે.” નરેશ ટિકૈતે અહીં પહોંચ્યા અને ખેડૂતોની શહાદતની સ્મૃતિમાં ‘અમર જ્યોતિ’ પર જઇને દેશી ઘી ચઢાવીને માથુ નમાવ્યુ હતુ અને ત્યારબાદ તેમના પિતા અને ભાકીયુનાં સ્થાપક અધ્યક્ષ, દિવંગત ચૌધરી મહેન્દ્રસિંહ ટિકૈતનાં ફોટોગ્રાફને નમન કરતા આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન, ભાકિયુ અધ્યક્ષે કહ્યું કે, “દિલ્હીમાં બેઠેલી સરકાર ખેડુતોની સાથે સાવકી માતા જેવુ વર્તન કરી રહી છે. જો આવું ન હોત, તો આ દેશનાં ખેડુતો પાંચ મહિનાથી રસ્તા પર ન પડી રહેતા.” આટલો લાંબો સમય થયો છે, અત્યાર સુધી કોઇને કોઇ સુનાવણી થવી જોઈતી હતી. ખેડૂતો સમગ્ર દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ કરીને તેમનો મુદ્દો વ્યક્ત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.”

Untitled 34 કોરોના કહેર વચ્ચે શું છે ખેડૂત આંદોલનની સ્થિતિ?