Not Set/ નેગેટિવિટીનો માહોલ સમગ્ર રાષ્ટ્રને બીમાર કરી રહ્યો છે, ત્યારે પોંઝીટીવીટીને પ્રાયોરિટી મળે તે આવશ્યક છે…

મલ્ટી મીડિયામાં જે પ્રકારે જાણે-અજાણે ન્યુઝ સામગ્રી પીરસવાની લાલચ. હોડ કે મજબૂરીવશ સતત નેગેટિવ ન્યૂઝની જે પરમ્પરા સ્થાપિત થતી ચાલી છે…તેનાથી લોકોની તકલીફોમાં ખુબ મોટો વધારો નોંધાઈ રહ્યો છે. લોકોને માનસિકની સાથે શારીરિક સમસ્યાઓ પણ વધી રહી છે

Trending
nagative નેગેટિવિટીનો માહોલ સમગ્ર રાષ્ટ્રને બીમાર કરી રહ્યો છે, ત્યારે પોંઝીટીવીટીને પ્રાયોરિટી મળે તે આવશ્યક છે...

રાષ્ટ્રીય અજેન્ડામાં આ બાબતનો સમાવેશ કોઈ રીતે થાય તો તે એક વૈજ્ઞાનિક ઢબનો તેવો વિકાસ હશે ….

@રીના બ્રહ્મભટ્ટ,કટાર લેખક 

કોરોના….કોરોના અને કોરોના જ …….બસ જિંદગી આ વાઇરસ પર જ અટકી ગઈ છે.. તેના સિવાય કોઈ સમસ્યા નથી..કોઈ રાષ્ટ્રીય એજન્ડા નથી. વર્ષોથી કેગ ના અહેવાલો નથી નીકળયા …..જીડીપી માઈનસે જઈ પહોંચ્યો છે. રસીકરણ મુદ્દે પણ લાંબી અવઢવ રહી…અખબારો, ટીવી , સોશ્યલ મીડિયા માં બીજા કોઈ જ સમાચાર નથી. દિમાગ પર સવાર થી લઇ રાત સુધી હથોડા મારતા આ સમાચારો એ રાષ્ટ્રીય મુદ્દાઓનું સ્થાન ખુંચવી લીધું છે. મીડિયાએ પણ અન્ય સમાચારો માટે તસ્દી નથી લેવી પડતી.. તો રાજકીય પાર્ટીઓ પણ જાણે વિપક્ષ સામે ગૂંગી થઇ ચુકી છે. કેમ કે, તેમની પાસે કોઈ ઇસ્યુ નથી કે જે માટે તેઓ સત્તાધારી પાર્ટી ને ઘેરી શકે.

rina brahmbhatt1 નેગેટિવિટીનો માહોલ સમગ્ર રાષ્ટ્રને બીમાર કરી રહ્યો છે, ત્યારે પોંઝીટીવીટીને પ્રાયોરિટી મળે તે આવશ્યક છે...

કહેવાનો આશય તે છે કે, કોરોના એક રાષ્ટ્રીય થી લઇ આંતરરાષ્ટ્રીય સમસ્યા બની ચુક્યો છે. અને અહીં તેમ કહી શકાય તેમ નથી કે તે સમસ્યા નથી . ખરેખર તે સમસ્યા નહીં પરંતુ પડકાર છે. અને આ પડકારને પહોંચવું તે જ એક સમસ્યા છે. પરંતુ તેનો અર્થ તે પણ નથી કે, લોકો એ કે રાષ્ટ્રએ જીવવાનું જ છોડી દેવાનું છે, કે જીવવાનું છોડી દીધું છે.. લોકોને જીવવા પ્રથમ તો રોજગારી તો જોઈશે જ .. રોજગારી હશે તો જ આવક હશે..બાકી લોકોના મોનો કોળિયો ઝુંટવાશે. જે બને કે એક મોટા સમુદાયને હાલ અસર ન પહોંચાડે પરંતુ અગર આ પ્રકારે ચાલ્યું તો તે દિવસો દૂર નહીં હોય કે જે રોજગારી અને ઘટતી આવક મોટા સમુદાયને અસર પહોંચાડશે…બને કે કે કોરોના ગાયબ હોય પરંતુ ભૂખમારો તે લોકોની પીડા બની ચુકી હોય.

April unemployment rate up amid COVID-19 curbs- Business News

તેથી સરકાર સામે કોરોના કંટ્રોલમાં લાવવા સાથે રોજગારી મહત્તમ અંશે કંટ્રોલમાં રહે આ સ્થિતિમાં તે એક મોટો પડકાર છે..

વધુમાં મલ્ટી મીડિયામાં જે પ્રકારે જાણે-અજાણે ન્યુઝ સામગ્રી પીરસવાની લાલચ. હોડ કે મજબૂરીવશ સતત નેગેટિવ ન્યૂઝની જે પરમ્પરા સ્થાપિત થતી ચાલી છે…તેનાથી લોકોની તકલીફોમાં ખુબ મોટો વધારો નોંધાઈ રહ્યો છે. લોકોને માનસિકની સાથે શારીરિક સમસ્યાઓ પણ વધી રહી છે. અને માનો ય ન માનો આ નેગેટિવ ન્યૂઝના કારણે દર્દીઓની હાલત પણ ક્રિટિકલ બને છે. કે મને તો આમ જ છે, કે આમ જ થશે કે થઇ જશે.. જેના કારણે ગભરાઈને પણ ઓક્સિજન લેવલથી ડાઉન થવાથી લઇ અન્ય કોમ્પ્લિકેશન સાથે ગંભીર સ્થિતિમાં તેઓ પહોંચે છે..

તેમજ સામાન્યથી લઇ સાજા થયેલા લોકોને પણ આ નેગેટિવિટી એક નહીં પરંતુ અનેક પ્રકારે નુકસાન પહોંચાડી માનસિક રીતે અસ્વસ્થ કરે છે. તેથી જ રાષ્ટ્રીય અજેન્ડામાં આ બાબતનો સમાવેશ કોઈ રીતે થાય તો તે એક વૈજ્ઞાનિક ઢબનો તેવો વિકાસ હશે કે જે કોઈપણ વિકસિત રાષ્ટ્ર માટે જરૂરી હોય..હા. લોકોને માહીતિ મળવી જોઈએ. પરંતુ તે સેફટી અને સલામતી માટે નહીં કે ડર અને ભયનો માહોલ ફેલાવવા માટે આ માહિતી પુરી પડાય .

Negative Atmosphere Preview - Gamereactor

નેગેટિવ બની ચૂકેલ માહોલમાં હાલ પોઝિટિવ અને સામાન્ય બાબતોને સ્થાન આપી તેને વધુને વધુ પ્રસિદ્ધિ અપાય તે અત્યન્ત જરૂરી બાબત છે.. અન્યથા વાઈરસની પક્કડમાં આવેલ રાષ્ટ્ર શારીરિક જ નહીં માનસિક પ્રકારે પણ બીમાર પડતા તે અનેક પ્રકારે પડી ભાંગી શકે છે.. બાકી અત્યારે રાષ્ટ્રને રાષ્ટ્ર મજબૂત અને પડકારોને પહોંચી શકે તેવું બહુ આયામી ખપે છે. પ્રજા જ રાષ્ટ્ર પુરુષ છે. જે કોઈપણ સ્થિતિમાં સ્વસ્થ હોવું ખપે છે. અને માણસ તન કરતા મનથી હારે ત્યારે સાચે ન હારે છે. મન સે હારે હાર…મન સે જીતે જીત..તે ન ભુલાય. તેથી લોકો પણ નેગેટિવ સમાચારોથી દૂર રહે અને સાથે જ આવા ન્યુઝ ન ફેલાવે. બીજાને તકલીફમાં ડરાવે તેવી સલાહ ન આપે…કેમ કે, આપણી આસપાસ સલાહકારોની કમી નથી હોતી કે જેઓ પણ જાણે અજાણે ડર ફેલાવવાનું કામ કરતા હોય છે. ત્યારે પોઝિટિવ બનો અને પોઝીટીવીના રંગ ફેલાવો તે આ સમયની માંગ છે.