Cricket/ KL રાહુલ આઉટ થયો તો માર્યો બેટ પર મુક્કો, વીડિયો થયો વાયરલ

ટીમ ઈન્ડિયાના કાર્યકારી કેપ્ટન કેએલ રાહુલે ચટગાંવના ઝહૂર ચૌધરી સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી…

Trending Sports
KL Rahul Viral Video

KL Rahul Viral Video: KL રાહુલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ફ્લોપ સાબિત થયો હતો. મેચની પ્રથમ ઇનિંગમાં તેણે કેપ્ટનશિપની સાથે ઓપનિંગની જવાબદારી પણ સંભાળી હતી. તે શુભમન ગિલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા માટે બહાર ગયો હતો. જોકે રાહુલ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ખાલિદ અહેમદના હાથે બોલ્ડ થયો હતો. તેમની સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાના કાર્યકારી કેપ્ટન કેએલ રાહુલે ચટગાંવના ઝહૂર ચૌધરી સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને શરૂઆતનો ફટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. ત્યારબાદ કેએલ રાહુલ પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. તેને ખાલિદ અહેમદે બોલ્ડ કર્યો હતો. રાહુલે 54 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. રાહુલ અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા અને પોતાની ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો. જોકે, ડાબોડી સ્પિનર ​​તૈજુલ ઈસ્લામે ઈનિંગની 14મી ઓવરમાં શુભમન ગિલને પેવેલિયન મોકલી દીધો હતો. આ મેચમાં રોહિત શર્માની ઈજાના કારણે રાહુલને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. ગિલે 40 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા.

ખાલિદ અહેમદે બોલને ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો જેને રાહુલે કવરની દિશામાં રમવાનો પ્રયાસ કર્યો. રાહુલ તેને ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ બોલ બેટ સાથે અથડાયા બાદ સ્ટમ્પ સાથે અથડાઈ ગયો હતો. રાહુલ 19મી ઓવરના પહેલા બોલ પર જ આઉટ થયો હતો. આ રીતે પોતાની વિકેટ ગુમાવ્યા બાદ રાહુલ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. પેવેલિયન પરત ફરતી વખતે રાહુલે ગ્લોવ્ઝ પહેરીને બેટ પર જોરથી મુક્કો માર્યો હતો. તેની સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈ કે આ પહેલા રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને વનડે શ્રેણીમાં હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં પ્રથમ બે ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ત્રીજી વનડેમાં કેએલ રાહુલે કમાન સંભાળી અને ટીમને જીત તરફ દોરી. મેચમાં ઈશાન કિશને બેવડી સદી ફટકારી હતી જ્યારે વિરાટે સદી ફટકારી હતી.

આ પણ વાંચો: Delhi AIIMS/ દિલ્હીમાં એઇમ્સના સર્વર પર ચીનના હેકરોએ કર્યો હતો હુમલોઃ કેન્દ્રનો ખુલાસો