Not Set/ એક જ એમ્બ્યુલન્સમાં 4 મૃતદેહો આવ્યા ક્યાંથી ? – મંતવ્ય ન્યૂઝના સવાલ…

ગાંધીનગરથી કોરોનાના સંક્રમણની વરવી વાસ્તવિકતા સામે આવી છે.  એક જ એમ્બુલન્સમાં 4 ડેડ બોડી લાવવામાં આવી હોવાની તસવીરોએ હાહાકાર મચાવ્યો છે.

Gujarat Others
death boady એક જ એમ્બ્યુલન્સમાં 4 મૃતદેહો આવ્યા ક્યાંથી ? - મંતવ્ય ન્યૂઝના સવાલ...

મંતવ્ય ન્યૂઝના સવાલ…

  • એક જ એમ્બ્યુલન્સમાં 4 મૃતદેહો આવ્યા ક્યાંથી ?
  • શું આ પ્રમાણે મૃતદેહોનું અપમાન ચલાવી લેવાશે ?
  • તંત્રના સબ સલામતીના દાવાની ખુલી પોલી ?
  • શું આવી રીતે થાય છે કોવિડ મૃતદેહોની અંતિમવિધિ ?

ગાંધીનગરથી કોરોનાના સંક્રમણની વરવી વાસ્તવિકતા સામે આવી છે.  એક જ એમ્બુલન્સમાં 4 ડેડ બોડી લાવવામાં આવી હોવાની તસવીરોએ હાહાકાર મચાવ્યો છે. સરકારનાં સબ સલામતીનાં દાવા સામે આ તસ્વીર એક સવાલ ઉભો કરે છે. આ તસ્વીરમાં એમ્બુલન્સની અછત હોવાનું જણાવી રહી છે કે શું. કે પછી ફરી એક વખત હાલશે – ચાલશે – થશેની સરકારી નીતિનાં કારણે આવા દ્રશ્યો જોવામાં આવ્યા. રાજ્યમાં પાટનગર ગાંધીનગરમાં એમ્બ્યુલન્સની અછત વરતાઇ રહી હોય તેવા આ દ્રશ્યો જોઇને સરકાર દ્વારા કરવામાં આવતા ગુજરાતમાં પૂરતા બેડ અને અમ્બ્યુલન્શનાં દાવા દાવ પર આવી ગયા છે. જો કે, આ દ્વશ્યો વાઇરલ હોવાનાં કારણે તસવીર કેટલી જુની તેની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ સામે આવેલા દ્વશ્યોને કારણે મંતવ્ય ન્યૂઝ દ્વારા સામાજીક જાગૃતીના કારણે તંત્રને સવાલો જરુર પૂછવામાં આવી રહ્યા છે.

જુઓ આ ધટના પર નો સંપૂર્ણ અહેવાલ – 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…