Not Set/ પંચમહાલમાં જ્યાં ઉઠાવાની હતી ડોલી ત્યાં થયું એવું કે દુલ્હનની ઉઠી અર્થી…

પંચમહાલના ઘોઘંબા તાલુકામાં કન્યાની ડોલી ઉઠવાના થોડા જ કલાકો પહેલા તેની અર્થી ઉઠી હતી અને દુલ્હનને પોતાના સાસરિયાની જગ્યાએ સ્મશાને સિધાવવી પડી હતી.

Gujarat Others
પંચમહાલ

ઉત્તરાયણનો તહેવાર સમાપ્ત થયા પછી રાજ્યભરમાં લગ્નપ્રસંગોની ભરમાર જામી છે અને દિનપ્રતિદિન મોટા પ્રમાણમાં દંપતી પ્રભુત્વમાં પગલા પાડી રહ્યા છે, પરંતુ આ વચ્ચે પંચમહાલ જીલ્લામાંથી એક એવી દુર્ઘટના સામે આવી છે, જેને લઈને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો :ઈન્ડિયા કોલોની વોર્ડમાં ગેસ લીકેજ બાદ ઘરમાં લાગી આગ, 3 વર્ષના બાળકનું મોત

હકીકતમાં પંચમહાલ ના ઘોઘંબા તાલુકામાં કન્યાની ડોલી ઉઠવાના થોડા જ કલાકો પહેલા તેની અર્થી ઉઠી હતી અને દુલ્હનને પોતાના સાસરિયાની જગ્યાએ સ્મશાને સિધાવવી પડી હતી. આ ઘટનાને લઈ બંને પરિવારોમાં શોક વ્યાપી ગયો છે અને ખુશીની પડ દુઃખની ઘડીમાં પલટાઈ ગઈ છે.

a 139 2 પંચમહાલમાં જ્યાં ઉઠાવાની હતી ડોલી ત્યાં થયું એવું કે દુલ્હનની ઉઠી અર્થી...

આ ઘટના અંગેની વાત કરીએ તો, ઘોઘંબાના કંકોડાકોઈ ગામમાં સોલંકી પરિવારની દીકરીના લગ્ન લેવાયા હતા અને આ લગ્નની તૈયારીઓ શરુ થઈ ગઈ હતી. દુલ્હન વંદનાબા કુંવરબાના લગ્ન માટે ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ અને રાસ ગરબાની વિધિ સંપન્ન થઈ હતી અને ત્યારબાદ હસ્તમેળાપ વિધિ હોવાથી પરિવાર મહેમાનોના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત હતા, ત્યા અચાનક વંદનાબાને ચક્કર આવતા તે ઢળી પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી જ્યાં તબીબોએ લો બીપીને લઈ વંદનાબાને મૃત જાહેર કરી હતી.

આ સાથે જ જ્યાં ઘર આંગણેથી દીકરીની ડોલી ઉઠવાની હતી એ ઘર આંગણેથી તેની અર્થી ઉઠી હતી. માતમ છવાયો હતો.

આ પણ વાંચો :  પટેલ પરિવાર મામલે 3 દેશની ટોપ એજન્સીઓએ તપાસ શરૂ કરી! જાણો વિગત

આ પણ વાંચો :સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

આ પણ વાંચો : યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીએ રસીના બંને ડોઝ લીધા હશે તો જ એક્ઝામમાં પ્રવેશ મળશે

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં થયો કોરોના વિસ્ફોટ , 23 કેદીઓનો કોરોના રીપોર્ટ પોઝીટિવ