માયાજાળ/ પહેલા બનાવની તપાસ ચાલતી હતી ત્યાં બીજી એક બાળકી ગુમ થતા પોલીસ ચોંકી ઉઠી

સીસીટીવી ફૂટેજ તથા અન્ય વિરોધાભાસને કારણે પોલીસે મહિલાને વિશ્વાસમાં લઈને પુછપરછ શરૂ કરી. જેમાં તેણે દિકરી ગુમ થઈ ગઈ હોવાથી પતિના ડરના કારણે જુઠાણુ ચલાવ્યું હોવાનું કહ્યું હતું.

Mantavya Exclusive
WhatsApp Image 2023 12 09 at 5.13.56 PM 1 પહેલા બનાવની તપાસ ચાલતી હતી ત્યાં બીજી એક બાળકી ગુમ થતા પોલીસ ચોંકી ઉઠી

સાંતેજ પોલીસે ગુનો નોંધ્યા બાદ બાળકીની માતાની સઘન પુછપરછ શરૂ કરી. કારણકે મહિલાએ તેની બાળકીને કોઈ યુવક કપડા અપાવવાનું કહીને લઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પરંતુ સીસીટીવી ફૂટેજ તથા અન્ય વિરોધાભાસને કારણે પોલીસે મહિલાને વિશ્વાસમાં લઈને પુછપરછ શરૂ કરી. જેમાં તેણે દિકરી ગુમ થઈ ગઈ હોવાથી પતિના ડરના કારણે જુઠાણુ ચલાવ્યું હોવાનું કહ્યું હતું.

હકીકતમાં મહિલા લાકડા વીણવા ગઈ ત્યારે એકલી હતી. તેની બે દિકરી ઘરે જ હતી. જ્યારે પતિ ફેક્ટરી પર કામથી ગયો હતો. દરમિયાન મહિલા ઘરે આવી ત્યારે તેની નાની દિકરી ગુમ હતી. તેણે મોટી દિકરીને પુછતા બપોરે નાની બહેન સાથે જ ઉંઘી ગઈ હતી અને બાદમાં ગુમ થઈ ગઈ હોવાનું કહ્યું હતું. અંતે સાંજે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે પતિને આ અંગે વાત કરી હતી.જ્યારે બાળકીને સારવાર અર્થે પોલીસે હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાળકીના ગુપ્ત ભાગે ઈજા હતી અને આંતરડુ બહાર આવી ગયું હતું. ચાર થી પાંચ દિવસ બાળકીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવમાં પોલીસ વિવિધ સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવા એકઠા કરીને આરોપીની ઓળખ કરવામાં અને તેને ઝડપી લેવા પ્રયાસ કરી રહી હતી.

સાંતેજ પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી ત્યારે જ બેસતાવર્ષને દિવસે 5.11.2021નાં રોજ આ પ્રકારનો બીજો બનાવ બનતા પોલીસ પણ ચોંકી ઉઠી. આ બનાવની વિગત મુજબ ગાંધીનગરના કલોલ સ્થિત ખાત્રજ ચોકડી પાસે એક દંપતી તેમના પાંચ બાળકો સાથે રહેતું હતું. છુટક મુજુરી કરતા પતિ પત્ની બેસતાવર્ષનો તહેવાર હોવાથી ઘરે જ હાજર હતા. રાત્રે આઠેક વાગ્યે પરિવારના સભ્યો જમીને નવ વાગ્યે ઉંઘી ગયા હતા. તે સમયે તેમના છાપરાનો દરવાજો ફક્ત આડો કરેલો હતો અને અંદરથી દરવાજાને સ્ટોપર મારી ન હતી.

દરમિયાન રાત્રે બાળકોની માતા અચાનક જાગી ગઈ હતી અને બાજુમાં ઉંઘી રહેલા દિકરાને ચાદર ઓઢાડી હતી. તે સમયે મહિલાએ જોયું તો દિકરાની બાજુમાં ઉંઘી રહેલી ત્રણ વર્ષની બાળકી દેખાઈ ન હતી. આથી મહિલાએ તેના પતિને જાણ કરી હતી. બાદમાં તેમણે પડોશમાં તપાસ કરવા છતા તેનો પતો લાગ્યો ન હતો. તેમણે ભીમાસણ રોડ, કલોલ રોડ તથા ખાત્રજ ચોકડીની આજુબાજુની ઝાડીઓમાં તપાસ કરવા છતા બાળકીની ભાળ મળી ન હતી. અંતે તેમણે સાંતેજ પોલીસ સ્ટેશનમાં કોઈ અજાણ્યો શખસ તેમની દિકરીનું અપહરણ કરી ગયો હોવાની શંકા સાથે ફરિયાદ નોંધાવી હતી.

બન્ને બનાવમાં પોલીસ પાસે કોઈ નજરે જોનાર સાક્ષી ન હતા. તે સિવાય આરોપી સુધી પહોંચી શકાય તેવા સજ્જડ પુરાવા પણ ન હતા. પોલીસ પાસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ખુબ મહત્વના સાબિત થવાના હતા. પોલીસે 4-11-2021ના રોજ જે બનાવ બન્યો હતો તેની તપાસમાં ખાત્રજ ગ્રામ પંચાયતના સીસીટીવી ફૂડેજ મેળવ્યા.જેમાં બનાવના અડધા કલાક પહેલા એક શખ્સ બાઈક પર સાંતેજ તરફ જતો નજરે ચડ્યો હતો. વાદળી કલરના આ મોટર સાયકલની હેડ લાઈટ પર વિજય લખેલું હતું.

પોલીસે વધુ તપાસ કરી તો બનાવના અડધો કલાક પહેલા અને અડધો કલાક પછી એમ બન્ને સમયે આ જ બાઈક સીસીટીવી કેમેરામાં કેદ થયેલું હતું. ધીમે ધીમે પોલીસે જ્યાં બનાવ બન્યો હતો તેની 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. પોલીસે આ વિસ્તારમાં વાદળી કલરના કેટલા બાઈક છે તેની તપાસ શરૃ કરી ઉપરાંત હેડલાઈટ પર વિજય લખેલા બાઈકની પણ સમાતરે તપાસ ચાલુ રાખી.

જેમાં બે વ્યક્તિ પાસે આ પ્રકારના એક સરખા બે બાઈક હોવાનું તપાસમાં જણાયું . જેને આધારે પોલીસ મોટર સાયકલના માલિકના ઘરે પહોંચી ગઈ. અહીં શું થયું તે જાણવા જુઓ આગળનો એપિસોડ

આ પણ વાંચો: માયાજાળ/ સાંતેજમાં દિવાળીને દિવસે જ બાળકી પર અમાનુષી દુષ્કર્મ