મંતવ્ય વિશેષ/ નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર નરગીસ મોહમ્મદી કોણ છે?

51 વર્ષનાં નરગીસ હજુ પણ ઈરાનમાં કેદ છે. તેમને 31 વર્ષની જેલ અને 154 ચાબુક ફટકારવામાં આવી છે.

Mantavya Exclusive Mantavya Vishesh
YouTube Thumbnail 42 નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર નરગીસ મોહમ્મદી કોણ છે?
  • નરગીસ 8 વર્ષથી તેના બાળકોને મળી ન હતી
  • અત્યાર સુધી 111 લોકોને નોબેલ શાંતિ પુરસ્કાર
  • ભારત-પાકિસ્તાનના ભાગલાને કારણે ગાંધીજીને નોબેલ ન મળ્યું
  • ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો

ઈરાની મહિલા પત્રકાર નરગિસ મોહંમદીને 2023નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ સ્વીકાર્યું છે કે તેમણે મહિલાઓની સ્વતંત્રતા અને તેમના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમની 13 વખત ધરપકડ પણ કરવામાં આવી હતી. જોઈએ વિશેષ અહેવાલ

51 વર્ષનાં નરગીસ હજુ પણ ઈરાનમાં કેદ છે. તેમને 31 વર્ષની જેલ અને 154 ચાબુક ફટકારવામાં આવી છે. ઈરાન સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના આરોપમાં તેમની ધરપકડ કરાઈ છે. નોબેલ મળ્યા બાદ નરગિસને 8.33 કરોડ રૂપિયાનું ઈનામ અને ગોલ્ડ મેડલ આપવામાં આવશે.

નરગીસનો જન્મ 21 એપ્રિલ 1972ના રોજ ઈરાનના કુર્દીસ્તાનના ઝાંજાન શહેરમાં થયો હતો. તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે એન્જિનિયર તરીકે કામ કર્યું. તેઓ કટારલેખક પણ હતા. ઘણા અખબારો માટે તેમણે લેખ પણ લખ્યા છે. નરગીસ 1990ના દાયકાથી મહિલાઓના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવી રહી હતી.

2003માં તેમણે તેહરાનમાં ડિફેન્ડર્સ ઑફ હ્યુમન રાઇટ્સ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું. નોબેલ પ્રાઈઝ વેબસાઈટ અનુસાર, નરગીસ મોહમ્મદીને જેલમાં બંધ કાર્યકરો અને તેમના પરિવારોને મદદ કરવાનો પ્રયાસ કરવા બદલ 2011માં પહેલીવાર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. 2 વર્ષ બાદ જામીન મળ્યા હતા. 2015માં તેમને ફરીથી જેલમાં મોકલવામાં આવ્યા હતા.

જૂનમાં ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં નરગીસે ​​કહ્યું હતું કે તેમણે 8 વર્ષથી તેમના બાળકોને જોયા નથી. તેમણે છેલ્લે એક વર્ષ પહેલા તેમની ટ્વિન્સ દીકરીઓ અલી અને કિયાનાનો અવાજ સાંભળ્યો હતો. નરગીસની બે પુત્રીઓ તેમના પતિ તાગી રહેમાની સાથે ફ્રાન્સમાં રહે છે. હકીકતમાં, તાગી એક રાજકીય કાર્યકર પણ છે. જેમને ઈરાન સરકારે 14 વર્ષની જેલની સજા ફટકારી હતી.

નરગીસે ​​વ્હાઇટ ટોર્ચર નામનું પુસ્તક પણ લખ્યું છે. ઈરાનના શાસનના તમામ પ્રયાસો છતાં મોહમ્મદીનો અવાજ દબાવી શકાયો ન હતો. જેલમાં રહીને તેમણે પોતાના સાથી કેદીઓની દુર્દશા નોંધવાનું શરૂ કર્યું. આખરે, તેમણે કેદીઓ સાથેની તેમની વાતચીતની સંપૂર્ણ વિગતો વ્હાઇટ ટોર્ચર પુસ્તકમાં રેકોર્ડ કરી. તેમને 2022 માં રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (RSF) નો હિંમત પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.નોબેલ શાંતિ પુરસ્કાર 1901માં શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 111 લોકો અને 30 સંસ્થાઓએ આ સન્માન મેળવ્યું છે. આ પહેલા પણ અનેક વખત મહાત્મા ગાંધીને 5 વખત નોમિનેટ થયા બાદ પણ નોબેલ પુરસ્કાર ન મળવાને લઈને સવાલો ઉભા થયા છે.

1937માં નોબેલ પુરસ્કાર સમિતિના સલાહકાર જેકોબ વોર્મ-મુલરે કહ્યું હતું કે- ગાંધી સ્વાતંત્ર્ય સેનાની, આદર્શવાદી, રાષ્ટ્રવાદી અને સરમુખત્યાર છે. તેઓ ક્યારેક મસીહા જેવા લાગે છે, પરંતુ પછી અચાનક તેઓ સામાન્ય નેતા બની જાય છે. તેઓ હંમેશાં શાંતિની તરફેણ કરનારા ન હતા. તેમને ખબર હોવી જોઈતી હતી કે અંગ્રેજો સામેનાં તેમનાં કેટલાંક અહિંસક અભિયાનો હિંસા અને આતંકમાં ફેરવાઈ જશે.

1937માં નોબેલ પ્રાઈઝ કમિટીના સલાહકાર જેકોબ વોર્મ-મુલર દ્વારા આ વાત કહેવામાં આવી હતી. જેકબના આ અહેવાલ બાદ સમિતિએ મહાત્મા ગાંધીને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર ન આપવાનો નિર્ણય કર્યો હતો. આ એકમાત્ર પ્રસંગ નહોતો, આ પછી પણ ગાંધીજીને 1938, 1939, 1947 અને 1948માં વધુ ચાર વખત નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જોકે દરેક વખતે તેમનું નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું.

બાપુને 1937થી 1939 દરમિયાન નોર્વેના સાંસદ ઓલે કોલ્બજોર્નસેન દ્વારા નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ નોમિનેશનના જવાબમાં નોબેલ કમિટીના જેકબે તેમના અહેવાલમાં લખ્યું છે કે ગાંધી એક સારા, મહાન અને તપસ્વી વ્યક્તિ હતા, પરંતુ તેમણે તેમની નીતિઓમાં ઘણી વખત તીવ્ર ફેરફારો કર્યા હતા.

મુલરના મતે, સાઉથ આફ્રિકામાં ગાંધીએ ભેદભાવ વિરુદ્ધ જે લડાઈ લડી હતી એ ત્યાં અશ્વેત લોકોની ભલાઈ માટે નહીં, પરંતુ માત્ર ભારતીયો માટે જ હતી.1939માં 8 વર્ષ બાદ દેશ આઝાદ થયો ત્યારે ફરી એકવાર ગાંધીજીને નોબેલ આપવાની માગ ઊઠી હતી. 1947માં ત્રણ લોકોએ મળીને ગાંધીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ફરીથી નોમિનેટ કર્યા. તે નોબેલ પુરસ્કાર સમિતિએ આ સન્માન માટે 6 લોકોને પસંદ કર્યા હતા, જેમાં ગાંધીજીનું નામ પણ હતું. જોકે એ સમયે નોબેલ સમિતિના સલાહકાર જેન્સ અરૂપ સીપના અહેવાલમાં ગાંધીજીની પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ તેઓ આ સન્માન માટે સંપૂર્ણ રીતે લાયક નહોતા.

એનું મુખ્ય કારણ ભારત-પાકિસ્તાનના ભાગલા હતું. નોબેલ સમિતિમાં હાજર 5માંથી 3 સભ્ય એ વાતની તરફેણમાં હતા કે વિભાજન અને રમખાણો વચ્ચે ગાંધીજીને આ પુરસ્કાર ન આપી શકાય. વિભાજન સમયે રમખાણો રોકવાની અપીલ કરીને દેશભરમાં ફરતા ગાંધી ફરી એકવાર નોબેલ ચૂકી ગયા. 1947નું નોબેલ પુરસ્કાર ક્વેકર સંસ્થાને આપવામાં આવ્યું હતું.આ પછી 1948માં કુલ 6 લોકોએ ગાંધીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા. આ વખતના નોમિનેશનમાં ખાસ વાત એ હતી કે એમાંથી બે ક્વેકર સંસ્થા અને એમિલી ગ્રીન બાલ્ચને 1946 અને 1947માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા હતા.

સમિતિના સલાહકારો અને સભ્યો ગાંધીજીને નોબેલ પારિતોષિક આપવાની તરફેણમાં હોવાનું જણાયું હતું, પરંતુ એવોર્ડ માટે નોમિનેશનની છેલ્લી તારીખના 2 દિવસ પહેલાં મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. હવે સવાલ એ હતો કે જો તેમને આ સન્માન મરણોત્તર આપવામાં આવે તોપણ ઈનામની રકમ કોની પાસે જશે? હકીકતમાં ગાંધીએ કોઈ સંસ્થા માટે કામ કર્યું ન હતું અને ન તો તેમણે તેમના કોઈ વારસદાર જાહેર કર્યા હતા.

આવી સ્થિતિમાં નોબેલ પુરસ્કાર સમિતિએ પોતાના સલાહકારની સલાહ પર 1948માં આ શાંતિ પુરસ્કાર કોઈને ન આપવાનો નિર્ણય લીધો હતો. નોબેલ પુરસ્કારની સત્તાવાર વેબસાઇટ અનુસાર, સમિતિએ ત્યારે કહ્યું હતું કે આ વર્ષે કોઈપણ જીવિત વ્યક્તિ આ સન્માનને લાયક નથી.

પહેલું: નોબેલ પુરસ્કારની વેબસાઈટ અનુસાર, 1960 સુધી ફક્ત યુરોપિયનો અને અમેરિકનોને જ આ સન્માન મળ્યું હતું. નોબેલ કમિટીએ આ સન્માન માટે લોકોને પસંદ કરવાનો અવકાશ ખૂબ જ સાંકડો રાખ્યો હતો.

બીજું: ગાંધી અગાઉના એવોર્ડ વિજેતાઓ કરતાં ઘણા અલગ હતા. તેઓ ખરેખર કોઈ રાજકારણી કે આંતરરાષ્ટ્રીય કાયદાના સમર્થક ન હતા, ન તો માનવાધિકાર કાર્યકર્તા હતા, ન તો આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદોના આયોજક હતા. જો તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હોત, તો તેઓ આ સન્માન મેળવનાર લોકોની નવી જાતિની શરૂઆત હોત.

ત્રીજું: આ બાબતના નિષ્ણાત મનોજ દાસે તેમના એક લેખમાં કહ્યું હતું – જ્યારે બ્રિટનને ખબર પડી કે નોબેલ પુરસ્કાર માટે ગાંધીના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેઓ ખૂબ જ નારાજ થઈ ગયા. જો ગાંધીજીને આ પુરસ્કાર મળ્યો હોત તો બ્રિટનના શાસન અને અન્ય દેશોના રાજકારણ પર એની ઊંડી અસર પડી હોત.

દાસના જણાવ્યા અનુસાર, બ્રિટિશ સરકારના અધિકારીઓએ ગાંધીજીને શાંતિ પુરસ્કાર આપવાના યુરોપિયન ઉત્સાહની નિંદા કરી હતી. તેમણે આ પ્રયાસને નાઝીવાદની અતિશય પ્રતિક્રિયા ગણાવી. જો કે દાસે તેમના દાવાઓને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા.

દાસે દાવો કર્યો હતો કે વિન્સ્ટન ચર્ચિલના જમાઈ એન્થોની એડને ગાંધીજીને નોબેલ મળવાથી રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ધ ટાઈમ્સે એ સમયે અહેવાલ આપ્યો હતો કે 1937માં ગાંધીજીના નોમિનેશનથી લઈને વિજેતાનું નામ નક્કી ન થાય ત્યાં સુધી એડને લંડનથી નોર્વેની રાજધાની ઓસ્લો સુધીની અનેક યાત્રાઓ કરી હતી. જોકે દાસના આ દાવાઓમાં ઘણા કટાક્ષ છે.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને 2009માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સહયોગ અને કૂટનીતિને મજબૂત કરવા માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. જોકે 2017માં યુએસ લશ્કરી ડેટા એક અલગ વાર્તા કહે છે.

આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2016માં અમેરિકાએ 7 દેશમાં લગભગ 26 હજાર બોમ્બ ફેંક્યા હતા. ઓબામાના કાર્યકાળ દરમિયાન અમેરિકાએ સોમાલિયા અને યમનથી લઈને ઈરાક, સિરિયા અને અફઘાનિસ્તાન સુધી ઘણી સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન તેમણે એવા અમેરિકન નાગરિકોને પણ નિશાન બનાવ્યા જેઓ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાની આશંકા હતી.

2009માં જ્યારે ઓબામા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે વિશ્વને પરમાણુ હથિયારોથી મુક્ત બનાવવા માટે કામ કરવાનું વચન આપ્યું હતું. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ઓબામાના કાર્યકાળ દરમિયાન અમેરિકાએ પોતાના પરમાણુ હથિયારોને વધુ સચોટ અને ખતરનાક બનાવવા પર કામ કર્યું હતું. ઓબામાના નેતૃત્વમાં અમેરિકાએ પોતાના હાઈડ્રોજન બોમ્બને સ્માર્ટ હથિયારમાં બદલી નાખ્યું.

અમેરિકાની સબમરીનથી લોન્ચ કરાયેલી પરમાણુ મિસાઇલોને પાંચ ગણી વધુ સચોટ બનાવી અને એની લાંબા અંતરની મિસાઇલોને નવી સુવિધાઓ સાથે ઝડપથી અપગ્રેડ કરી. ઓબામાના કાર્યકાળ દરમિયાન અમેરિકાએ સૌથી વધુ હથિયારોની નિકાસ કરી હતી.નોબેલ પ્રાઈઝ કમિટીએ ક્યારેય મહાત્મા ગાંધીને આ સન્માન આપ્યું નથી, પરંતુ એક નહીં, પરંતુ 3 લોકો એવા છે, જેમણે મહાત્મા ગાંધીને તેમની પ્રેરણા માનીને કામ કર્યું અને બાદમાં તેમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો.


whatsapp ad White Font big size 2 4 નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર નરગીસ મોહમ્મદી કોણ છે?


આ પણ વાંચો :Scam/20થી વધુ બોલિવૂડ સેલિબ્રિટી EDના રડાર પર કેમ છે?

આ પણ વાંચો :ED summons/રણબીર કપૂર બાદ હુમા કુરેશી અને કપિલ શર્માને પણ EDનું સમન્સ ,અનેક સ્ટાર્સની સંડાવણીની સંભાવના

આ પણ વાંચો :movies/ગદર 2 પછી બોર્ડર 2 મચાવસે ધુમ , સલમાન-શાહરુખ નહીં, આ હિટ અભિનેતા સની દેઓલને સપોર્ટ કરશે