Not Set/ U-19 વર્લ્ડકપ જીતાડનાર મનજોત કાલરા કોણ છે, જાણો તેના વિશે

ન્યુઝીલેન્ડમાં રમાયેલા અંદર – ૧૯ વર્લ્ડકપમાં ભારતીય ટીમે પૃથ્વી શોની કેપ્ટનસી હેઠળ ઐતિહાસિક વિજય મેળવી વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ત્યારે આ ટાઈટલનો શ્રેય સૌથી વધારે જો કોઈ ખેલાડીને જતો હોય તો એ મનજોત કાલરા છે. આ ખેલાડીના સયોગથી ભારતે શનિવારે ચોથી વાર અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. મનજોત કાલરાએ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં શાનદાર સદી ફટકારી ૧૦૧ રન બનાવ્યા હતા. ભારતીય ટીમના […]

Sports
Manjot Kalra happy after getting award U-19 વર્લ્ડકપ જીતાડનાર મનજોત કાલરા કોણ છે, જાણો તેના વિશે

ન્યુઝીલેન્ડમાં રમાયેલા અંદર – ૧૯ વર્લ્ડકપમાં ભારતીય ટીમે પૃથ્વી શોની કેપ્ટનસી હેઠળ ઐતિહાસિક વિજય મેળવી વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ત્યારે આ ટાઈટલનો શ્રેય સૌથી વધારે જો કોઈ ખેલાડીને જતો હોય તો એ મનજોત કાલરા છે. આ ખેલાડીના સયોગથી ભારતે શનિવારે ચોથી વાર અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. મનજોત કાલરાએ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં શાનદાર સદી ફટકારી ૧૦૧ રન બનાવ્યા હતા. ભારતીય ટીમના ઓપનર કાલરાએ અંડર -19 ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે સુપર સેન્ચ્યુરીની શરૂઆત કરી હતી. છેલ્લા સપ્તાહમાં બેંગલોરુમાં આઈપીએલ હરાજીમાં પણ કાલરાને દિલ્હી ડેરડેવિલ્સે 20 લાખની બેસ્ટ પ્રાઇસમાં ખરીદી લીધો હતો.

મનજોતનો પરિવાર

મનજોત કાલરાની જન્મ 15 જાન્યુઆરી 1999ના રોજ દિલ્હીમાં થયો હતો. મનજોતની ઉંમર 19 વર્ષ છે. કાલરાના પિતા પ્રવિક કુમાર એક બિઝનેશમેન છે. અને માતા રણજીત કવર છે. તેના ભાઈનું નામ હિતેશ છે. મનજોત કાલરાનું નાનપણનું નામ મેન્ડી છે.

 મનજોત કાલરાના આદર્શ ક્રિકેટરોમાં વિરાટ કોહલી, એ બી ડીવિલિયર્સ અને કેરેબિયન સ્ફોટક બેટ્સમેન ક્રિશ ગેયલ છે. તેના મનપસંદ શોખ વિશે વાત કરવામાં આવે તો તે ડ્રાઈવિંગ, મ્યુઝિક, ટ્રાવેલિંગ કરવું ખુબ જ ગમે છે. આ ઉપરાંત તેની ફેવરેટ IPL ટીમ RCB ટીમ છે.