દહેગામ/ પાટા પર ચાલતી ભાજપ સંચાલિત નગરપાલીકાને પાટા પરથી નીચે ઉતારતા ભાજપનાં જ વિભીષણ કોણ?

ગાંધીનગર જીલ્લાનાં દહેગામ નગરપાલીકાની સામાન્ય સભા આજે યોજાઈ. ગઈ કાલે પ્રી સભામાં ભાજપનાં 10 જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા જેને લઇને અનેક અટકળો વહેતી થઈ છે.

Gujarat Others
11 2022 01 29T145449.075 પાટા પર ચાલતી ભાજપ સંચાલિત નગરપાલીકાને પાટા પરથી નીચે ઉતારતા ભાજપનાં જ વિભીષણ કોણ?

ગાંધીનગર જીલ્લાનાં દહેગામ નગરપાલીકાની સામાન્ય સભા આજે યોજાઈ. ગઈ કાલે પ્રી સભામાં ભાજપનાં 10 જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા જેને લઇને અનેક અટકળો વહેતી થઈ છે. જો કે આજ રોજ સામાન્ય સભામાં સર્વાનુમતે દહેગામ વિત્તિય વર્ષ 21-22 નું અંદાજ પત્ર નિર્વિવાદ રીતે મંજૂર પણ થઈ જવા પામ્યું છે. પણ પ્રશ્ન એ થાય છે કે જો કોઈ વિખવાદ નથી તો શા માટે ભાજપનાં અમુક નગરસેવકો સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા, અને તેમને લાવવા માટે પ્રયત્ન કરી રહેલા ભાજપનાં જ એક સભ્યને કેમ ધમકાવવામાં આવ્યા?

આ પણ વાંચો – Political / પેગાસસ ખુલાસા બાદ રાહુલ ગાંધીનો સરકાર પર શાંબ્દિક પ્રહાર

પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ દહેગામ નગરપાલીકાની સામન્ય સભા યોજાઈ હતી, જેને પગલે શુક્રવારે પ્રિ મિટિંગ યોજવામાં આવી હતી,આ મિટિંગમાં ભાજપનાં 10 જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા અને સૂત્રોની માનીએ તો તેમના ફોન પણ બંધ મળી આવ્યા હતા. સભ્યો ગેરહાજર રહેતા ભાજપા સંગઠન અને નગરપાલિકામાં ગણગણાટ પણ શરૂ થઈ ગયો હતો. જો કે 28 પૈકી 17 સભ્યો હાજર રહેતા દહેગામ નગરપાલિકાનું સામાન્ય અંદાજ પત્ર સર્વાનુમતે નિર્વિવાદ રીતે પસાર થઈ ગયું હતું. વહેતી ચર્ચાનું માનીએ તો ભાજપ શાસિત નગરપાલિકામાં આંતરવિગ્રહ જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાલનાં નગરપતિ સામે ભાજપનાં જ લોકો નારાજ હોય તેવી પણ અટકળો વહેતી થઈ છે. દહેગામ નગરપાલિકામાં જે સભ્યો ગેરહાજર હતા તેને લઈને હાલ તો અનેક તર્કવિતર્ક સામે આવી રહ્યા છે.ભાજપનાં જ એક ચૂંટાયેલા સભ્યને પ્રમુખ પદ પ્રાપ્ત કરાવવા માટે આ કારસો ઘડાઈ રહ્યો છે તેવું પણ ભાજપનાં જ એક સભ્ય દ્વારા નામ ન આપવાની શરતે જણાવાયું હતું. દહેગામ નગરપાલિકામાં ચૂંટાયેલા એક મહિલા સભ્યનાં પતિનું કારોબારી અને અન્ય પાલિકાની મિટિંગમાં હાજર રહીને દખલ અંદાજી કરવાની કુટેવ ને પગલે ચીફ ઑફિસર દ્વારા તેમને સમજાવવાનાં પ્રયત્નો કર્યા હતા, પણ સભ્યનાં પતિ દ્વારા ચીફ ઓફિસરને જેમતેમ ભાંડતા ચીફ ઓફિસર દ્વારા મહિલા સભ્યને નોટિસ પાઠવી છે.

આ પણ વાંચો – National / સંસદમાં કયા બે દિવસ નહીં યોજાય શુન્યકાળ?બજેટ સત્રમાં કોરોના ગાઇડલાઇનના પાલન માટે શુ છે આયોજન ?

તમામ હોબાળા વચ્ચે દહેગામ નગરપાલિકાનું 24 કરોડનું સામાન્ય અંદાજ પત્ર સર્વાનુમતે પસાર થઈ ગયું હતું, જો કે નારાજ સભ્યોને મનાનાવા માટે કોઈ પ્રયત્નો કરવામાં આવ્યા ન હોતા, ત્યારે વોર્ડ નંબર એકનાં મહિલા સભ્યનાં પતિ એક સભ્યને સામાન્ય સભામાં હાજર રહેવા માટે ઘરે તેડવા જતા મામલો વધુ બિચકયો હતો. અને ભાજપનાં એક સભ્ય દ્વારા ફોન પર તેમને જોઈ લેવાની ધમકી આપતા પાલિકામાં જાહેરમાં જ ગાળાગાળીનાં દૃશ્યો સર્જાયા હતા. આ અંગે દહેગામ નગરપાલિકાનાં હાજર રહેલા સભ્યો ગાંધીનગર જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા ગયા હતા. સામાન્ય સભામાં કોર્પોરેટરો હાજર ન રહીને ભાજપનો અંતર વિખવાદ હાલ તો જાહેર થયો છે. પણ આ અંતર વિખવાદ આગળ જતાં પ્રમુખની ખુરશી માટે ઘાતક સાબિત થાય છે કે કેમ તે જોવું રહ્યું.