Happy Mothers Day/ કોણ કહે છે કે માતા કુમાતા ન થાય….

માતા કુમાતા ન થાય તેવું કહેવામાં આવે છે, પરંતુ આ વિડીયો જોઈએ તો આ કહેવત ભૂલી જવાનું મન થશે. મા પોતે જ તેની નિર્દોષ પુત્રનો જીવ જાય તેટલો અત્યાચાર કરી રહી હોવાનું જોવા મળ્યું છે. મધર્સ ડેના દિવસે જ માની ક્રૂરતાનો એક વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો ભૂજના માધાપરનો મનાય છે. તેમા નવ વર્ષની દીકરીને માએ શ્વાસ થંભી ન જાય ત્યાં સુધી ગળું દબાવી તાવેતાથી માર માર્યો હતો.

Gujarat Top Stories Others
Beginners guide to 70 કોણ કહે છે કે માતા કુમાતા ન થાય....

માધાપરઃ માતા કુમાતા ન થાય તેવું કહેવામાં આવે છે, પરંતુ આ વિડીયો જોઈએ તો આ કહેવત ભૂલી જવાનું મન થશે. મા પોતે જ તેની નિર્દોષ પુત્રનો જીવ જાય તેટલો અત્યાચાર કરી રહી હોવાનું જોવા મળ્યું છે. મધર્સ ડેના દિવસે જ માની ક્રૂરતાનો એક વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો ભૂજના માધાપરનો મનાય છે. તેમા નવ વર્ષની દીકરીને માએ શ્વાસ થંભી ન જાય ત્યાં સુધી ગળું દબાવી તાવેતાથી માર માર્યો હતો.

પુત્રી રડતી-રડતી માતાની માફી માંગતી હતી કે મમ્મી હવે નહીં કરુ, નહીં કરુ, પરંતુ નિષ્ઠુર માતા માનવા જ તૈયાર ન હતી. માતાએ જ પોતાની બાળકી સાથે ક્રૂરતા આચરી હતી. આ વિડીયોને લઈને ભુજના માધઆપર પોલીસમથકે ફરિયાદ પણ નોંધાઈ છે. ફરિયાદ કેમ ન નોંધાય, સગી માનો પુત્રીને તાલિબાની સજા આપવાની વિડીયો પહેલા સામાજિક ગ્રુપમાં પોસ્ટ થયા પછી આગની જેમ મોબાઇલ ફોનમાં વાઇરલ થયો હતો. આ માતાના પાછા છૂટાછેડા થયા છે, પરંતુ પૂર્વ પતિની ફરિયાદના આધારે પોલીસે કલમ 323 અને કિશોર ન્યાય અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ તપાસમાં બાળકીને માર મારતી માતાનો વિડીયો જૂનો હોવાનું મનાય છે. તે સમયે ફરિયાદી અને આરોપી જોડે રહેતા હતા. તે વખતે 9 વર્ષની પુત્રીથી ઘરમાં તેલ ઢોળાઈ ગયું હતું. બસ આટલી નાની બાબતમાં પણ આરોપીએ બાળકીને તાવેતા વડે ઢોર માર માર્યો હતો અને ગળું દબાવ્યું હતું.

તે સમયે પતિપત્ની વચ્ચે મનદુઃખ ન થાય અને પુત્રીનું ભવિષ્ય ન બગડે તે હેતુથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. હવે વિડીયો વાઇરલ થઈ જતાં મોડે-મોડે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી અને આરોપી વચ્ચે હવે છૂટાછેડા થઈ ગયા છે. આરોપી મૂળ ગોધરા અને હાલમાં રાજસ્થાનના જયપુરમાં રહે છે. આ મામલે માધાપર પોલીસે મધર્સ ડેની પૂર્વ સંધ્યાએ પુત્રીને માર મારવા બદલ માતા સામે બાળ અપરાધની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે. બાળકી હાલમાં સગી માતા સાથે રાજસ્થાન રહેતા હોવાની માહિતી મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ

આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ