સમસ્યા/ ઊના સરકારી હોસ્પિટલમાં પાણી કુલર પ્લાન્ટને કોણ બંધ કરી દે છે? જાણો

બહાર પાણીની બોટલોનું વેચાણ થાય તેવા ઇરાદા સાથે પાણીનું કુલર સાથે ચેડા કરાતા હોવાની ચર્ચા થઇ રહી છે

Gujarat Others Trending
પાણી કુલર

ઊના સરકારી સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ પરેશાન થઇને જાય છે. કારણકે આ હોસ્પિટલમાં લોકોની સારવાર તો થાય છે પરંતુ સાથે શારીરિક અને માનસિક સંતાપ સાથે મળે છે. આટલું ઓછું હોય તો મળતી વિગત અનુસાર કેટલાક વેપારીઓ પાણીનો બિઝનેસ હોસ્પિટલમાં શરુ કર્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પાણી કુલર

ઊના સરકારી સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં ઘણા લાંબા દિવસોથી પીવાના પાણીની સમસ્યા સર્જાય રહી છે. આ પાણીની તંગી કુદરતી નથી. માનવ સર્જીત હોવાની ચર્ચા ઉઠી રહી છે. સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે પીવાના પાણીનું કુલર આરો પ્લાન્ટ સાથે બહારના ભાગે મૂકવામાં આવેલ છે. શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ સ્ટોર ટાંકો સાથે ફિટીંગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત હોસ્પિટલનાં ગ્રાઉન્ડમાં કુવો પણ આવેલ છે. સીધુ પાણી આ હોસ્પિટલના દરેક વોર્ડમાં મળી રહે તેવી વ્યવસ્થા હોવા છતાં છેલ્લા આઠ દિવસથી પાણી બંધ કરી દેવાતુ હોવાના કારણે સરકારી હોસ્પિટલમાં દાખલ રહેતા દર્દી અને તેના પરીવારોને પાણી ગેટના બહારથી વેચાતું લેવું પડતું હોવાની ચર્ચાઓ દર્દીઓમાં થઇ રહી છે. દર્દીઓમાં એવી ચર્ચાઓ પણ થઇ રહી છે કે આ હોસ્પિટલમાં ઠંડા પાણીનું ફ્રિજ ઇરાદા પૂર્વક બંધ કરી કેટલાક બહારના તત્વો પોતાના પાણીની બોટલના વેચાણ થાય તેવા ઇરાદા સાથે ફ્રિજ અને પાણી પાઇપ લાઇન સાથે ચેડા કરી જતાં હોવાથી ફ્રિજ બંધ રહે છે. અને દર્દીઓ પાણી વગર ફાફા મારી નાછુટકે વેચાતુ પાણી મેળવી પોતાની પ્યાસને બુજાવી રહ્યાં છે.

સરકારી હોસ્પિટલમાં ચારેતરફ ગંદકીના થર જામ્યા

ઊના સરકારી હોસ્પિટલના ગેટની અંદર જતાં ચારેકોર ગ્રાઉન્ડમાં કિચડના થર અને ગંદકીઓ ફેલાયેલ હોય સારવાર માટે આવતા દર્દીઓને સાજા થવાના બદલે માંદગીના ખાટલા ઉપર વધુ રહેવુ પડે છે. આ બાબતે જવાબદાર આરોગ્ય વિભાગના અધિકારી ક્યારે જાગશે એ તો અધિકારી ખુદ જ કહી શકે.