Afghanistan/ તાલિબાને મહિલાઓના અધિકારો અને લગ્ન વિશે કેમ કહ્યું આવું..

અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતે તેના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદાને ટાંકીને એક હુકમનામું બહાર પાડ્યું છે, જેમાં તેની સરકારના તમામ મંત્રાલયોને મહિલાઓને લગતા તમામ અધિકારોનો કડક અમલ કરવા સૂચના આપી છે

Top Stories World
7 1 તાલિબાને મહિલાઓના અધિકારો અને લગ્ન વિશે કેમ કહ્યું આવું..

તાલિબાને શુક્રવારે તેના સર્વોચ્ચ નેતાના નામે એક હુકમનામું બહાર પાડ્યું હતું, જેમાં અફઘાનિસ્તાનના તમામ મંત્રાલયોને મહિલા અધિકારોના મુદ્દા પર “ગંભીર પગલાં લેવા” સૂચના આપી હતી. પરંતુ જારી કરાયેલા નિર્દેશો પર તેમણે છોકરીઓના શિક્ષણના મુદ્દે મૌન સેવી લીધું છે.

અફઘાનિસ્તાને ઓગસ્ટમાં સૈન્ય હસ્તાંતરણ બાદ મહિલાઓના અધિકારો પર નિયંત્રણો લાદ્યા હતા. તાજેતરમાં દોહામાં અમેરિકા સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ તેમનો નિર્દેશ આવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, આ બેઠકમાં તાલિબાને અમેરિકા પાસેથી તેમની જમા રકમ મુક્ત કરવાની અને વિદેશી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય પર લાદવામાં આવેલા નિયંત્રણોને ખતમ કરવાની માંગ કરી હતી. અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતે તેના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદાને ટાંકીને એક હુકમનામું બહાર પાડ્યું છે, જેમાં તેની સરકારના તમામ મંત્રાલયોને મહિલાઓને લગતા તમામ અધિકારોનો કડક અમલ કરવા સૂચના આપી છે.

મહિલાઓના અધિકારોને લઈને જારી કરાયેલા હુકમમાં કહેવામાં આવ્યું છે કે “કોઈ પણ મહિલાઓને બળજબરી કે જબરદસ્તીથી લગ્ન કરવા દબાણ કરી શકે નહીં.” આ સાથે એવો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે કે વિધવા તેના પતિના વારસામાં ચોક્કસ હિસ્સો મેળવવાની હકદાર છે. તેમના સાંસ્કૃતિક અને માહિતી મંત્રાલયને સૂચના આપતાં તેમણે કહ્યું કે મહિલાઓ સંબંધિત અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા અને તેમના પર થતા અત્યાચારને રોકવા માટે આ આદેશ સમગ્ર દેશમાં ફેલાવવામાં આવે.

જો કે, નોંધનીય છે કે આ આદેશમાં અફઘાનિસ્તાનની છોકરીઓના શિક્ષણને લગતી કોઈપણ પ્રકારની સૂચના જારી કરવામાં આવી નથી. તાલિબાનોએ લશ્કરી શાસન સંભાળ્યું ત્યારથી, દેશમાં લાખો છોકરીઓનું પ્રાથમિક શાળાનું શિક્ષણ હાલમાં ખોરવાઈ ગયું છે અને તેઓને ઘરે બેસવાની ફરજ પડી છે.