Gujarat Election/ ઇન્દ્રનીલ રાજયગુરૂએ રાહુલ ગાંધીની જાહેર સભામાં કેમ માંગી માફી, જાણો

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓના જમાવડાઓ જોવા મળી રહ્યા છે, દરેક પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર નું કામ કરી રહી છે

Top Stories Gujarat
14 12 ઇન્દ્રનીલ રાજયગુરૂએ રાહુલ ગાંધીની જાહેર સભામાં કેમ માંગી માફી, જાણો

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓના જમાવડાઓ જોવા મળી રહ્યા છે, દરેક પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર નું કામ કરી રહી છે. ભાજપ,કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાલ રાજ્યની મુલાકાત લઇને સભા ગજવી રહ્યા છે,એવામાં કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પણ ગઇકાલે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને રાજકોટમાં ભારે જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી હતી. આ સભામાં ઇન્દ્રનીસ રાજયગુરૂએ રાહુલ ગાંધીની માફી માંગી હતી . શહેરમાં આજે કોંગ્રેસના પૂર્વપ્રમુખ રાહુલ ગાંધીએ શાસ્ત્રીમેદાન ખાતે વિશાળ જનસભા સંબોધિત કરી હતી. આ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ રાહુલ ગાંધીની સ્ટેજ પર માફી માંગી હતી. સ્ટેજ પર માફી માંગતા તેમણે કહ્યું કે, મે ભટક ગયા થા, ઇસલિયે આપ મે જુડ ગયા. પર અબ વાપસ આ ગયા હું ઓર જીત કે આપકો દીખાઉગા.

AAPમાં ગયા બાદ અચાનક ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસમાં પરત ફર્યા હતા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ માફી માંગ હતી. હું લોકોની વચ્ચે તમારી માફી માંગુ છું. વર્ષોથી મારી પેઢીઓ કોંગ્રેસની સાથે છે. હું ભટકી ગયો અને આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયો હતો.