આસ્થા/ શ્રાવણ માહિનામાં શિવલિંગ પર દૂધ કેમ ચઢાવવામાં આવે છે? કારણ જાણીને તમે પણ ચોંકી જશો

સોશિયલ મીડિયામાં અવારનવાર જોવા મળે છે કે શિવલિંગ પર દૂધ ચઢાવવો એ દૂધનો વ્યય છે. તેના સ્થાને બહાર ઉભેલા ગરીબ બાળકોને દૂધ પીવડાવવું જોઇયે. તો શિવલિંગ પર દૂધ ચઢવવાના શું ફાયદા છે , આવો જાણીએ

Dharma & Bhakti
1598753 શ્રાવણ માહિનામાં શિવલિંગ પર દૂધ કેમ ચઢાવવામાં આવે છે? કારણ જાણીને તમે પણ ચોંકી જશો

હિન્દુ ધર્મમાં ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ પરંપરાઓ પાછળ વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અથવા ધાર્મિક કારણો છે. આવી જ કેટલીક પરંપરાઓમાં  ભગવાન શિવને દૂધ ચઢાવવાની છે. શિવને પ્રસન્ન કરવા માટે તેમને દૂધનો અભિષેક કરવામાં આવે છે. આ પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે. આ પરંપરા પાછળ ઘણા કારણો છુપાયેલા છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે અમે તમને આ પરંપરા પાછળના કેટલાક ખાસ કારણો જણાવી રહ્યા છીએ, જે નીચે મુજબ છે…

કારણ 1: શ્રાવણ માહિનામાં દૂધ પીવાથી રોગો થાય છે
આયુર્વેદ અનુસાર, શ્રાવણમાં દૂધ પીવાથી ઘણી બીમારીઓ થવાની સંભાવના છે, તેની પાછળનું કારણ એ છે કે આ સમય દરમિયાન સૂર્યનો પ્રકાશ સીધો પૃથ્વી પર નથી આવતો, જેના કારણે આપણી પાચન શક્તિ ધીમી પડી જાય છે અને દૂધ પચતું નથી. તેમજ આ સમયે દૂધ પીવાથી કફ અને ગેસની સમસ્યા પણ થઈ શકે છે.

કારણ 2: આ સિઝનમાં દૂધ ઝેરી બની જાય છે
શ્રાવણ મહિનો વરસાદની મોસમમાં આવે છે. આ ઋતુમાં ભેજને કારણે વાયરસ અને બેક્ટેરિયા જેવા સુક્ષ્મજીવોની સંખ્યામાં અચાનક વધારો થાય છે. જે લીલા શાકભાજી અને ઘાસચારો વગેરેને ઝેરી બનાવે છે.  જ્યારે ગાય અને ભેંસ આ ઘાસ ખાય છે, ત્યારે તેની અસર તેમના દૂધ પર પણ પડે છે. આ દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર તેની હાનિકારક અસર થાય છે. આ જ કારણ છે કે આ સમયે વ્યક્તિએ દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓ ખાવા-પીવાનું ટાળવું જોઈએ.

એટલા માટે આપણે શિવલિંગ પર દૂધ ચઢાવીએ છીએ
શ્રાવણ માં દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, આપણા વિદ્વાનોને આ વાતો વર્ષો પહેલા જ ખબર હતી, તેથી આ દૂધનું શું કરવું તે વિચારીને તેઓએ શ્રાવણ માં શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરા બનાવી. જેથી લોકો પણ ધર્મનું પાલન કરે અને તેમના સ્વાસ્થ્ય પર કોઈ હાનિકારક અસર ન થાય. કેટલાક લોકો શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરાને ખોટી સાબિત કરે છે, પરંતુ તેની પાછળનું કારણ ધાર્મિક નહીં પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે.