Gujarat/ PM મોદીની પ્રેરણાથી શરૂ થયેલા અમૃત 2.0 મિશનનો ગુજરાતમાં વ્યાપક અમલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કાર્યરત કરાયેલા અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત 2.0 નો ગુજરાતમાં વ્યાપક પણે સફળતાપૂર્વક અમલ થઇ રહ્યો છે. ગુજરાત અર્બન…

Top Stories Gujarat
PM Modi Amrit Mission

PM Modi Amrit Mission: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કાર્યરત કરાયેલા અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત 2.0 નો ગુજરાતમાં વ્યાપક પણે સફળતાપૂર્વક અમલ થઇ રહ્યો છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન GUDM દ્વારા રાજ્યની 12 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે 91.92 કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ 134 કરોડ 91 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નગરોમાં દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાવેલી અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત-2.0 પ્રોજેક્ટની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટિની ગાંધીનગરમાં તાજેતરમાં મળેલી બેઠકમાં અનેક કામો મંજૂર કરવામાં આવ્યા છે.

GUDM દ્વારા આ બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે 91.92 કરોડ, તળાવ નવિનીકરણ માટે 33.58 કરોડ અને ભુગર્ભ ગટરના 1 પ્રોજેક્ટ માટે 8.89 કરોડ તેમજ પાર્ક પ્રોજેક્ટના 54 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રજૂ થયેલા વર્ષ 2023-24 ના બજેટમાં રાજ્ય સરકારે અમૃત 2.0 અંતર્ગત પાણી પૂરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ તથા તળાવોના વિકાસ વગેરે માટે 1454 કરોડની જોગવાઇ સુનિશ્ચિત કરી છે.

GUDM ની આ સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટિની બેઠકમાં મંજૂર થયેલા વિકાસ કામોમાં બજેટની આ નાણાંકીય જોગવાઇઓ નવું બળ પુરૂં પાડશે. GUDM દ્વારા પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે જે 12 નગરપાલિકાઓને અનુમતિ આપવામાં આવી છે તેમાં રાજુલા નગરપાલિકા માટે 15.58 કરોડ, ઠાસરા નગરપાલિકા માટે 15.61, બારડોલી નગરપાલિકા માટે 5.05, વાપી નગરપાલિકા માટે 31.15, સાવલી નગરપાલિકા માટે 5.49, બોરીયાવી નગરપાલિકા માટે 19.04 કરોડનો સમાવેશ થાય છે. આ ૬ નગરપાલિકાઓને અપાયેલી પાણી પૂરવઠા પ્રોજેક્ટની મંજૂરીથી હાલની સાડા ૬ લાખ તથા ભવિષ્યની અંદાજે 10 લાખની જનસંખ્યાને લાભ મળવાનો છે. એટલું જ નહિ, નવા 14890 ઘર જોડાણો પણ આપવામાં આવશે.

GUDMની આ બેઠકમાં દ્વારકા, ગોધરા, ભરૂચ તેમજ મહેસાણાના તળાવોના નવિનીકરણના કુલ 33.58 કરોડના પ્રોજેક્ટસ મંજૂર થયા છે. આ મંજૂર થયેલા 4 વોટર બોડી રિજુવેનેશન પ્રોજેક્ટસથી કુલ 1.30 લાખ ચોરસ મીટર વિસ્તારના તળાવોનો કાયાકલ્પ થશે. તળાવોમાં છોડવામાં આવતા ગટરના ગંદા પાણીને યોગ્ય રીતે વાળીને શુદ્ધિકરણ પ્લાન્ટ તરફ લઇ જવામાં આવશે. વલસાડ નગરપાલિકાના 8.87 કરોડના ભૂગર્ભ ગટર યોજના પ્રોજેક્ટસને પણ GUDMની SLTCની બેઠકમાં મળેલી મંજૂરીને પરિણામે વલસાડના નવા વિકાસ પામેલા વિસ્તારોને પ્રોજેક્ટ અન્વયે આવરી લેવાશે. વલસાડ નગરની 9410 જેટલી જનસંખ્યાને આ ભૂગર્ભ ગટર યોજનાનો લાભ મળવા સાથે નવા 1570 ઘર જોડાણો પણ અપાશે.

આ પણ વાંચો: પ્રહાર/ કોઈપણ બનાવી શકે છે મૂર્ખ…અરવિંદ કેજરીવાલે શા માટે પીએમ મોદીને ‘ઓછું ભણેલા’ કહ્યા?

આ પણ વાંચો: Vladimir Putin/ યુક્રેન યુદ્ધ વ્લાદિમીર પુતિન માટે મુશ્કેલી સમાન! જો તે હારી જાય તો…

આ પણ વાંચો: Waris Punjab De/ અમૃતપાલે પંજાબ સરકારને આપી ધમકી, કહ્યું- સરકાર શીખોને નિઃશસ્ત્ર નહીં રાખી શકે