Crime/ તબીબનાં ત્રાસથી કંટાળી પત્નિએ કર્યો આપધાત, નશીલા ઈન્જેક્શન આપીને કરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારમાં તબીબના ત્રાસથી કંટાળીને પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

Ahmedabad Gujarat
PICTURE 4 135 તબીબનાં ત્રાસથી કંટાળી પત્નિએ કર્યો આપધાત, નશીલા ઈન્જેક્શન આપીને કરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

અમદાવાદનાં ઘાટલોડિયા વિસ્તારમાં તબીબના ત્રાસથી કંટાળીને પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મહિલાનાં પિતાએ ડોક્ટર અને સાસરિયાઓ સામે મહિલાનાં આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવી છે. મહિલાની મોત પાછળનું કારણ અને તેના પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તબીબ સામે ચોંકાવનારા આક્ષેપો કરાયા છે.

ઘાટલોડિયાની દેવકુટીર સોસાયટીમાં રહેતા ઓર્થોપેડિક સર્જનની પત્નીએ આંગણામાં જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં મહિલાએ શરીર પર સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેની મોતનો જવાબદાર ડૉ. હિતેન્દ્ર અને સાસરિયાઓ હોવાનું લખ્યું હતું. કારણ કે હિતેન્દ્ર પટેલે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે લગ્નનું નાટક કર્યું હોવાનું સુસાઈડ નોટમાં લખ્યું હતુ. ઘાટલોડિયા પોલીસે સુસાઈડ નોટના આધારે ડોકટર હિતેન્દ્ર પટેલ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

PICTURE 4 136 તબીબનાં ત્રાસથી કંટાળી પત્નિએ કર્યો આપધાત, નશીલા ઈન્જેક્શન આપીને કરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઓઢવમાં રહેતા નાનજીભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી જે મુજબ તેમની દીકરી હર્ષાનાં લગ્ન મેરેજ બ્યુરોમાં નોંધણીના આધારે ઘાટલોડિયામાં રહેતા અને દેવમ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પટેલ સાથે ઓગસ્ટમાં થયાં હતાં. લગ્ન બાદ સાસુ સુભદ્રાબેન અને સસરા મનુભાઈ હર્ષાને પરેશાન કરીને દહેજની માંગણી કરતા હતા. મહિલા પાસેથી પોલીસને મળેલી સુસાઈટ નોટમાં સ્પષ્ટ લખાણ લખાયુ છે જેમાં મહિલાની મોત પાછળ તેનો પતિ, સાસુ, સસરા અને નણંદ જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે. લગ્નની લાલચ આપીને હિતેન્દ્રએ 3 મહિના દેવકુટીર સોસાયટીમાં રાખી નશીલા ઈન્જેક્શન અને નશીલી દવાઓ જબરદસ્તી આપી કુદરત વિરૂધ્ધનું કૃત્ય કરત. મહિલા હોશમાં આવતી અને વિરોધ કરતી ત્યારે જાનવરની જેમ મારતો હતો. ઘાટલોડિયા પોલીસે સુસાઈડ નોટ તેમજ મહિલાનાં પિતાની ફરિયાદનાં આધારે ડોકટર હિતેન્દ્ર પટેલ, સાસુ સુભદ્રાબેન અને સસરા મનુભાઈ પટેલની વિરુદ્ધ મહિલાનાં આત્મહત્યા દુષ્પ્રેરણને લઈને ગુનો નોંધ્યો છે. ત્યારે ફરિયાદ નોંધાતા તબીબ માતાપિતા સાથે ફરાર થઈ જતા પોલીસે તમામની શોધખોળ શરૂ કરી છે.

Election: લો બોલો!! હવે અહી 100 કાર્યકરોએ ભાજપમાંથી કોંગ્રેસમાં લીધી એન્ટ્રી

Court: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલા અનામતના રોટેશનનો મામલો

Crime: “અપને મામા કા રેલવેમે મસ્ત સેટિંગ હે, વો કરા દેંગે તેરી ટિકિટ…” યુવક છેતરાયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ