બેઠક/ BCCIની આજે મહત્વની બેઠક, રાહુલ દ્રવિડને આ ફોર્મેટમાંથી કોચ પદેથી હટાવાશે? નવા કેપ્ટનની પણ જાહેરાત થઇ શકે છે!

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની આજે 21મી ડિસેમ્બરે એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાશે. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.

Top Stories Sports
8 4 5 BCCIની આજે મહત્વની બેઠક, રાહુલ દ્રવિડને આ ફોર્મેટમાંથી કોચ પદેથી હટાવાશે? નવા કેપ્ટનની પણ જાહેરાત થઇ શકે છે!

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની આજે 21મી ડિસેમ્બરે એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાશે. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે રોહિત શર્માને T20I કેપ્ટન પદ પરથી મુક્ત કરવામાં આવી શકે છે, જ્યારે રાહુલ દ્રવિડની કોચિંગ કારકિર્દી પણ જોખમમાં છે. જો કે, આ ફક્ત ટૂંકા ફોર્મેટ માટે જ હશે, જ્યાં ભારતને T20I ટીમ માટે અલગ કોચ અને કેપ્ટન મળી શકે છે.

BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં, T20I ટીમને અલગ કેપ્ટન અને કોચ મળવો જોઈએ કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવશે, કારણ કે આ સમયે સ્પ્લિટ કોચિંગ અને કેપ્ટનશીપ કામ કરી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે ઘણા એવા કોચ છે જેઓ માત્ર T20 ક્રિકેટમાં કોચિંગ આપે છે અને આ ફોર્મેટ માટે તેમનો અભિગમ અલગ છે. ભારતે ટી-20 ફોર્મેટમાં આગામી શ્રેણી રમવાની છે અને ત્યાં નવો કેપ્ટન જોવા મળી શકે છે.

જો મીટિંગમાં નવા કેપ્ટન અને કોચ વિશે વાત કરવામાં આવે તો, હાર્દિક પંડ્યા જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની T20 સીરિઝથી પૂર્ણકાલીન T20I કેપ્ટન બની શકે છે. જોકે, કોચની જાહેરાતમાં વિલંબ થશે કારણ કે ક્રિકેટ સલાહકાર સમિતિની જાહેરાત થવાની બાકી છે, જેની સલાહ પર BCCI પસંદગી સમિતિ અને કોચિંગ સ્ટાફને અંતિમ રૂપ આપી શકે છે.

બેઠકમાં બીજો મોટો મુદ્દો ભારતીય ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને અંતિમ રૂપ આપવાનો પણ હશે. અજિંક્ય રહાણે અને ઈશાંત શર્મા જેવા ખેલાડીઓને બહાર કરવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને પ્રમોશન મળી શકે છે. BCCI T20 વર્લ્ડ કપ 2022ની સમીક્ષા પણ કરી શકે છે અને ODI વર્લ્ડ કપની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે એક બેઠક પણ યોજી શકે છે.