meteorological department/ દિવાળીમાં વિઘ્ન બનશે વરસાદ ? કેવો રહેશે ઠંડીનો ચમકારો જાણો શું કહે છે હવામાન વિભાગ

દિવાળી તહેવારની સાથે શિયાળો પણ દસ્તક દઈ રહ્યો છે. ત્યારે તહેવાર સમયે વરસાદ માહોલ ખરાબ કરશે કે પછી દિવાળી સુધારશે તે અંગે હવામાન વિભાગ આગાહી કરી છે.

Gujarat
YouTube Thumbnail 48 દિવાળીમાં વિઘ્ન બનશે વરસાદ ? કેવો રહેશે ઠંડીનો ચમકારો જાણો શું કહે છે હવામાન વિભાગ

અત્યારે ગુજરાતમાં દિવાળી તહેવારની ઉજવણી ચાલી રહી છે. દિવાળી તહેવારની સાથે શિયાળો પણ દસ્તક દઈ રહ્યો છે. ત્યારે તહેવાર સમયે વરસાદ માહોલ ખરાબ કરશે કે પછી દિવાળી સુધારશે તે અંગે શું કહે છે હવામાન વિભાગ. અમદાવાદ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતના હવામાન કેવું રહેશે તેને લઈને અનેક આગાહીઓ કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અત્યારે બેવડી ઋતુનો સમય ચાલી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે વહેલી સવારે અને રાતે ઠંડી લાગે છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે. આગામી સમયમાં ઉત્તરપૂર્વીય પવનના કારણે ઠંડી વધતા 11 નવેમ્બરથી લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. છેલ્લા બે વર્ષમાં નવેમ્બર મહિનામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે ગયો છે. જ્યારે તહેવારમાં વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં આગામી 5 દિવસમાં વરસાદ પડવાની સંભાવના નથી.

શહેરીજનો અત્યારે ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં રાતનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ અને દિવસનું તાપમાન 35 કે 36 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. રાજ્યમાં સૌથી લઘુત્તમ તાપમાન વડોદરા જિલ્લાનું નોંધાયું છે જે 18 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. નલિયાનું તાપમાન 19 ડિગ્રી, અમદાવાદમાં 20, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વાતવારણમાં હાલમાં કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય નથી. આથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધુ ફેરફાર નહિ જોવા મળે. હાલમાં રાજ્યનું હવામાન શુષ્ક રહેશે. જો કે હવામાં જોવા મળતા ભેજના કારણે વાદળો પણ ક્યાંક ક્યાંક દેખાશે.

રાજ્યમાં દિવાળીના આગમન સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ રાજ્યના હવામાનને લઈને આગાહી કરે છે. તેમણે જણાવ્યું કે નવેમ્બરમાં સામાન્ય ઠંડી રહેશે. પરંતુ ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડીમાં વધારો થઈ શકે છે. ડિસેમ્બર મહિનાના અંતમાં દેશના ઉત્તરીય ભાગોમાં ભારે હિમ વર્ષા થઈ શકે છે. હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો પારો વધતા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ રહેશે.


whatsapp ad White Font big size 2 4 દિવાળીમાં વિઘ્ન બનશે વરસાદ ? કેવો રહેશે ઠંડીનો ચમકારો જાણો શું કહે છે હવામાન વિભાગ


આ પણ વાંચો : Israel Hamas War/ ઈઝરાયલ અને હમાસ યુદ્ધમાં UNના 88 કર્મચારીઓના મોત: રિપોર્ટ

આ પણ વાંચો : Delhi Pollution/ દિલ્હીમાં ભારે પ્રદૂષણના લીધે શેનું થશે પુનરાગમન?

આ પણ વાંચો : Murder/ બેંગલુરુમાં ગેરકાયદે ખનન અને રેતી માફિયા સામે કાર્યવાહી કરનાર મહિલા અધિકારીની થઈ હત્યા