Not Set/ લો કરલો બાત! અહી સ્કર્ટ પહેરીને આવતી યુવતીઓને મળશે ખાસ ઈનામ

દુનિયામાં ઘણી જગ્યાઓ છે કે જ્યા અજબ-ગજબ નુસ્ખાઓ લોકો અપનાવી કંપનીને આગળ લાવવાનો પ્રયત્ન કરતા રહે છે. તેવી જ એક કંપની રશિયાની સામે આવી છે, જ્યા  એક કંપનીએ આ જૂન મહીનામાં શોર્ટ સ્કર્ટ પહેરીને આવશે તે યુવતીઓને બોનસ આપવાનો એક નિર્ણય કર્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, રશિયન એલ્યુમિનિયમ કંપની ટાટપ્રૂફે નારીત્વ મૈરાથન અભિયાન શરૂ કર્યુ […]

Top Stories World
new arrival high quality free shipping hot sell summer sexy mini skirt for women office લો કરલો બાત! અહી સ્કર્ટ પહેરીને આવતી યુવતીઓને મળશે ખાસ ઈનામ

દુનિયામાં ઘણી જગ્યાઓ છે કે જ્યા અજબ-ગજબ નુસ્ખાઓ લોકો અપનાવી કંપનીને આગળ લાવવાનો પ્રયત્ન કરતા રહે છે. તેવી જ એક કંપની રશિયાની સામે આવી છે, જ્યા  એક કંપનીએ આ જૂન મહીનામાં શોર્ટ સ્કર્ટ પહેરીને આવશે તે યુવતીઓને બોનસ આપવાનો એક નિર્ણય કર્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, રશિયન એલ્યુમિનિયમ કંપની ટાટપ્રૂફે નારીત્વ મૈરાથન અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાન અંતર્ગત કર્મચારીઓને તેમનાં વેતનમાંથી અધિક 106 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે કે જો તેઓ કંઇક ખાસ પ્રકારનાં કપડાં પહેરશે તો. જો કે તેનો ચૌતરફી વિરોધ પણ શરૂ થઇ ગયો છે.

કંપની દ્વારા આવી ઓફર સામે આવ્યા બાદ યુવતીઓને એક ખાસ શરતોનું પાલન કરવાનું કંપનીએ સુચવ્યુ છે. જેમ કે સ્કર્ટ અથવા તો કોઇ પણ ડ્રેસ ઘુંટણથી પાંચ સેન્ટીમીટરથી વધારે નહીં હોવું જોઇએ અને કંપનીને પુરાવા તરીકે ફોટો મોકલવાનો રહેશે. જો કે કંપનીની આ પ્રકારની જાહેરાતનો અનેક લોકોએ સોશિયલ મીડિયા પર વિરોધ કર્યો છે. અનેક એવાં યૂઝર્સે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ વિશે કંપનીનાં પ્રવક્તાએ જણાવ્યું કે, આ અભિયાન ખોટો નથી. અહી 60 મહિલાઓએ પહેલેથી જ આ અભિયાનમાં ભાગ લીધો છે. આ સિવાય તેઓએ કહ્યું કે, આ અભિયાનથી મહિલાઓમાં જાગૃતતા વધશે. જ્યારે તેઓ સ્કર્ટ પહેરે છે તો તે પોતાનાં નારીત્વ અને આકર્ષણને મહેસૂસ કરે છે. અહી કોઇ ખોટો ઇરાદો નહી હોવાનું કંપનીનું કહેવુ છે.

કંપનીનાં મહિલાઓને લઇને ચલાવવામાં આવેલા આ અભિયાનને ચૌતરફી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોનું કહેવુ છે કે આ નારી સમ્માનનાં વિરોધમાં છે. આ કરવાથી નારીનું માન ગવાઇ શકે તેવુ પણ ઘણા લોકોનું કહેવુ છે.