Election/ ઓવૈસીની સભામાં આદિવાસી અને દલિત સમાજની પાંખી હાજરી ઉડીને આંખે વળગી, મતદારોને રીઝવી શકશે ?

અમદાવાદમાં ગઈ કાલે ઓવૈસીએ રોડ શો કર્યા બાદ રિવરફ્રન્ટ ઉપર જાહેર સભામાં ભાજપ અને કૉંગેસની સામે તીખા પ્રહારો કર્યા હતા.ગુજરાતમાં લઘુમતીઓના વિસ્તારોમાં વિકાસ થયુ નથી તેવા આક્ષેપોની સાથે ઓવૈસીએ એક કાંકરીએ બે શિકાર કર્યા હતા. વર્ષ 2002ના રમખાણોને યાદ કરીને ઓવૈસીએ કહ્યું હતું કે ,” જયારે અમદાવાદમાં રમખાણો ફાટી નીકળ્યા હતા ત્યારે શાહઆલમ વિસ્તારમાં તેમની […]

Ahmedabad Gujarat
Untitled 16 ઓવૈસીની સભામાં આદિવાસી અને દલિત સમાજની પાંખી હાજરી ઉડીને આંખે વળગી, મતદારોને રીઝવી શકશે ?

અમદાવાદમાં ગઈ કાલે ઓવૈસીએ રોડ શો કર્યા બાદ રિવરફ્રન્ટ ઉપર જાહેર સભામાં ભાજપ અને કૉંગેસની સામે તીખા પ્રહારો કર્યા હતા.ગુજરાતમાં લઘુમતીઓના વિસ્તારોમાં વિકાસ થયુ નથી તેવા આક્ષેપોની સાથે ઓવૈસીએ એક કાંકરીએ બે શિકાર કર્યા હતા. વર્ષ 2002ના રમખાણોને યાદ કરીને ઓવૈસીએ કહ્યું હતું કે ,” જયારે અમદાવાદમાં રમખાણો ફાટી નીકળ્યા હતા ત્યારે શાહઆલમ વિસ્તારમાં તેમની તરફથી સામુહિક મેડિકલ કેમ્પ લગાવામાં આવ્યો હતો. મેડિકલ કેમ્પની દવા લઈને ઘણા લોકોને રાહત મળી હતી જયારે સરકારી દવાઓથી લોકોને કોઈ ફાયદો ન થયો હતો.જેથી સરકારી દવાની ચકાસણી કરતા ખ્યાલ આવ્યું હતું કે તે તમામ દવાઓ તે વખતે એક્સપાયર થઇ ગઈ હતી.એટલે તે વખતે મુસ્લિમોને એક્સપાયર વાળી દવાઓ આપવામાં આવી હતી.”

ઓવૈસીએ ભાજપની સામે વધારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ” ભાજપ પાસે આટલા રૂપિયા છે કે તે અમદાવાદમાં મસમોટું રિવરફ્રન્ટ ઉભું કરી શકે છે તો ભાજપ કેમ મુસ્લિમ, દલિત અને આદિવાસીઓના વિસ્તારમાં વિકાસના કાર્યો કરતી નથી? આજે પણ મુસ્લિમ, દલિત અને આદિવાસીના વિસ્તારોમાં ઘણી બધી સમસ્યાઓ ઉદભવી રહી છે અને તેમની સમસ્યાઓની ઉપર કોઈ ધ્યાન આપી રહ્યું નથી.”

ઓવૈસીના રડારમાં ભાજપ બાદ કૉંગેસ પણ આવી ગઈ હતી. કૉંગેસની સામે બાંયો ચડાવીને ઓવૈસીએ કહ્યું હતું કે ,” દેશભરમાંથી ધીરે ધીરે કરીને કૉંગેસનું પતન  થઇ રહ્યું છે. ગુજરાતના મુસ્લિમોએ ઘણા વર્ષોથી કૉંગેસને વોટ આપ્યા હતા. બદલામાં ગુજરાતના મુસ્લિમોને શું મળ્યું ? કશુંજ નહીં. કૉંગેસે પોતાના સ્વાર્થ પ્રમાણે મુસ્લિમ, આદિવાસી અને દલિતોના વોટ લઈને તેની સામે તેમના હક્કો અને અધિકારોની રક્ષા કરવામાં કૉંગેસ નિષ્ફળ ગઈ છે.”

ઓવેસીના એક્સપાયર ડેટ વાળી દવાના ભાષણ બાદ ગુજરાતની રાજનીતિમાં ભારે ગરમાવો આવી ગયો છે. તો બીજી તરફ કૉંગેસ અને ભાજપ બને પક્ષો હવે ઓવૈસીની પાર્ટીને જોરદાર જવાબ આપવા માટે કામે લાગી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે , ગઈ કાલે રિવરફ્રન્ટ ઉપર ઔવેસીને સાંભળવા માટે મોટા ભાગે મુસ્લિમ સમાજના લોકો જ આવ્યા હતા. જયારે આદિવાસી અને દલિત સમાજના લોકોની સંખ્યા માત્ર આંગળીના ટેરવે ગણી શકાય એટલી જ હતી. જોકે, આખા ભાષણમાં ઔવેસીએ માત્ર આદિવાસી , દલિત અને મુસ્લિમ એમ ત્રણ શબ્દોને જ વારંવાર રિપીટ કર્યા હતા. ઓવૈશીની જાહેર સભામાં આદિવાસીઓ અને દલિત સમાજના લોકોની ખુબજ ઓછી સંખ્યા ઉપરથી દેખાઈ રહ્યું છે કે અમદાવાદમાં દલિત અને આદિવાસી સમાજના લોકોની અંદર ઓવૈસીનો જાદુ હજી સુધી ચાલ્યો નથી. અને આગામી 21 ફેબ્રુઆરીએ મતદાન વખતે આદિવાસી અને દલિત સમાજના લોકો ઓવૈસીની પાર્ટીને પોતાનો કિંમતી વોટ આપશે કે કેમ? તે સવાલ ગઈ કાલની ઓવૈસીની સભામાં બંને સમાજની ઓછી સંખ્યાને જોતા લાગી રહ્યું છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ