Not Set/ ત્રીજાે મોરચો રચાશે ? મમતા દીદીની મુંબઈ મુલાકાત બાદ ઉપસતુ ચિત્ર

શરદ પવાર સાથેની પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની લંબાણી મંત્રણા અને સોનિયા ગાંધી અને રાહુલ વિષેના તેમના વિધાનો બાદ ઉપસતુ ચિત્ર

India Trending
રાજકોટ 5 ત્રીજાે મોરચો રચાશે ? મમતા દીદીની મુંબઈ મુલાકાત બાદ ઉપસતુ ચિત્ર

ભલે દિલ્હીમાં સંસદ ભવન પરિષદ નજીક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે યોજાયેલા ધરણા આંદોલનમાં પશ્ચિમ બંગાળના સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસીના આગેવાનોએ ભાગ લીધો હોય પરંતુ એક વાત નિશ્ચિત છે કે ટીએમસી કોંગ્રેસથી દૂર રહેવા માગે છે તેવું વધુ એકવાર પૂરવાર થયું છે. દિલ્હીમાં ચાર દિવસની મુલાકાતે આવેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અનેક આગેવાનોને મળ્યા પરંતુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને મળ્યા નથી. ભલે ટીએમસીના નેતા સોંગત રોયે એમ કહ્યું હોય કે ભાજપ સામેના કાર્યક્રમમાં ટીએમસી કોંગ્રેસની સાથે રહેશે. પરંતુ દિલ્હી આવતા પહેલા કોલકત્તાના વિમાની મથકે જ્યારે પત્રકારોએ મમતા બેનરજીને પૂછ્યું છે તમે કોંગ્રેસના આગેવાનોને મળશે ખરા ? તેવા પ્રશ્નના જવાબમાં મમતા બેનરજીએ એવો જવાબ આપ્યો હતો કે કોંગ્રેસ પહેલા પોતાનું ઘર વ્યવસ્થિત કરે.

jio next 5 ત્રીજાે મોરચો રચાશે ? મમતા દીદીની મુંબઈ મુલાકાત બાદ ઉપસતુ ચિત્ર
પશ્ચિમ બંગાળના માર્ચ માસમાં યોજાનારા ઔદ્યોગિક કાર્યક્રમ અંગે મમતા બેનરજી મુંબઈ ગયા. દોઢ દિવસ રોકાયા ઉદ્યોગોના મોવડીઓને મળ્યા. શિવસેનાઓના નેતાઓ આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને મળ્યા ચર્ચા કરી જાે કે તબિયત ખરાબ હોવાથી દવાખાનમાં સારવાર લઈ રહેલા ઉધ્ધવ ઠાકરેને તેઓ ન મળી શક્યા. જાે કે આદિત્ય ઠાકરે મારફત તેમનો સંપર્ક તો કર્યો જ હતો તે હકિકત છે. ત્યારબાદ એન.સી.પી.ના સુપ્રિમો શરદ પવારને મળ્યા તેમની સાથે લંબાણ ચર્ચા કરી આ ચર્ચાઓ રાજકીય જ હતી. તૃણમૂલ કોંગ્રેસ ના જે નેતાઓ તેમની સાથે ગયા છે તેમણે એવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો કે આ મુલાકાત રાજકીય જ હતી અને ભાજપ સામે લડત આપવા માટે વિપક્ષોએ એક બનવાની હતી. તૃણમૂલ કોંગ્રેસ ના નેતાઓએ એક વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દીધી કે હવે સોનિયા યુગનો અંત આવ્યો છે. હવે તો મમતા બેનરજી જ સંયુક્ત વિરોધ પક્ષનું નેતૃત્વ સંભાળવા માટે સક્ષમ છે. જ્યારે મમતા બેનરજીએ પણ કહ્યું કે રાહુલ ગાંધી ગંભીર નથી તેઓ વિદેશમાં જ ફરતા રહે છે. તેમનો આડકતરો ઈશારો પણ એવો જ હતો કે તેઓ વિપક્ષનું નેતૃત્વ સંભાળવા સક્ષમ નથી. શરદ પવાર પોતે પણ રાહુલ ગાંધી માટે અનેક પ્રકારની ટીકાઓ કરી ચૂક્યા છે. શરદ પવાર સાથેની ચર્ચા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ એવું વિવાદી વિધાન કર્યું કે અત્યારે યુપીએનું અસ્તિત્વ છે ખરું ? તેમના આ વિધાનોથી ભાજપ ખુશ હશે પણ તેનો રાજકીય વર્તુળો એવું ગણિત મૂકી રહ્યા છે કે મમતા બેનરજી તો કોંગ્રેસથી દૂર જ છે. હવે કદાચ આગામી દિવસોમાં એન.સી.પી. પણ યુપીએમાંથી હટી જાય કે ખસી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

jio next 5 ત્રીજાે મોરચો રચાશે ? મમતા દીદીની મુંબઈ મુલાકાત બાદ ઉપસતુ ચિત્ર
મમતા બેનરજી મૂળભૂત કોંગ્રેસી છે તેમણે ૧૯૮૮ બાદ કોંગ્રેસ છોડી પોતાનો પ્રાદેશિક પક્ષ ટીએમસી બનાવ્યો હતો તેઓ એનડીએના પણ સમર્થક હતા. ૨૦૦૮ બાદ તેમનો પક્ષ ટીએમસી યુપીએનો ઘટક પક્ષ બન્યો હતો. મમતા બેનરજી પોતે ૨૦૦૯માં રચાયેલી યુપીએ સરકાર વખતે રેલવે પ્રધાનનો હોદ્દો પણ સંભાળ્યો હતો. ૨૦૧૧માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ટીએમસી કોંગ્રેસની સાથે યુપીએના ઘટક બની પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના ૩૦ વર્ષ કરતા લાંબા સમયના શાસનનો અંત લાવીને સરકાર રચી હતી. તે અને મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદનો હોદ્દો ગ્રહણ કર્યો હતો જ્યારે કેન્દ્રમાં દિનેશ ત્રિવેદી રેલવે પ્રધાન બન્યા હતા. તેમણે ૨૦૧૨માં રજૂ કરેલા રેલવે બજેટમાં ઉતારૂ ભાડાના ૧૦ ટકા વધારાના મામલે મમતા બેનરજી સાથે મતભેદ થતા પ્રધાનપદ છોડ્યું હતું અને મુકુલ રોયને રેલવે મંત્રી બનાવવામાં આવ્યા હતા. જાે કે એફ.ડી.આઈ.ના મામલે વાંધો પડતા તૃણમૂલ કોંગ્રેસ એ ૨૦૧૩માં યુપીએ સાથેનો છેડો ફાડ્યો હતો. ત્યારબાદ છેલ્લી બે વિધાનસભા ચૂંટણીથી કોંગ્રેસ ડાબેરીઓ સાથે જાેડાણ કરે છે. તે હકિકત છે. જાે કે તેમાં તે ફાવી નથી. ૨૦૨૧માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તો ભલે ભાજપને સત્તા ન મળી પણ બેઠકો વધી પરંતુ કોંગ્રેસ તો પોતાનું ખાતુ પણ ન ખોલી શકી અને ડાબેરીઓના પણ લગભગ આવા જ હાલ થયા છે તે નોંધવુ જ પડે તેમ છે.

mamata ત્રીજાે મોરચો રચાશે ? મમતા દીદીની મુંબઈ મુલાકાત બાદ ઉપસતુ ચિત્ર

હવે શરદ પવારે પ્રથમ વખત કોંગ્રેસ ૧૯૭૧ બાદ છોડી હતી અને લાંબો સમય વિપક્ષે રહ્યા બાદ ૧૯૮૬માં કોંગ્રેસમાં પરત ફરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ બન્યા હતા. અને છેક ૧૯૯૮ સુધી કોંગ્રેસમાં હતા. પરંતુ ૧૯૯૮માં શ્રીમતિ સોનિયા ગાંધીએ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ગ્રહણ કર્યા બાદ વિદેશી કુળનો મુદ્દો ઉભો કરી તેમણે પી.એ. સંગમા તારીક અનવર સહિતના નેતાઓ સાથે કોંગ્રેસ છોડી હતી. અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એન.સી.પી.) રચી હતી જાે કે ૨૦૦૪ની લોકસભા ચૂંટણી વખતે યુપીએની રચના થયા બાદ તેની સરકાર બનતા તેઓ તેમાં પણ જાેડાયા હતા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપીના જાેડાણ થતા ત્યાં કોંગ્રેસની સરકાર રચવામાં ભૂમિકા ભજવી હતી અને શરદ પવાર પ્રફુલ પટેલ સહિતના નેતાઓએ પ્રધાનપદુ પણ ભોગવ્યું હતું. આજે મહારાષ્ટ્રમાં પણ શીવસેનાની આગેવાની હેઠળની સરકારમાં તેઓ એનસીપી કોંગ્રેસની સાથે છે જાે કે હવે એવું લાગે છે કે મમતા બેનરજી અને શરદ પવાર ત્રીજાે મોરચો રચવા માટે પ્રયત્નશીલ હોય તેવું લાગે છે.

Crime / રાજકોટમાં સાધુની ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી

સેવા પરમો ધર્મ / જામનગરનો યુવાન વતનની વહારે, નોકરીમાં રજા મૂકી ઉમેદવારોને આપે છે ટ્રેનિંગ

Crime / MLAને અપમાનિત કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં કરાઇ પોસ્ટ, અજાણ્ય શખ્સ વિરૂધ નોંધાઈ ફરિયાદ

પૌરાણિક કથા / ખરમાસમાં ઘોડાને સ્થાને ગધેડા સૂર્યદેવનો રથ હંકારે છે, ખૂબ જ રસપ્રદ છે કથા 

મહાભારત / અભિમન્યુ કયા ભગવાનનો અવતાર હતો, જન્મ પહેલાં જ તેનું મૃત્યુ કેમ નક્કી થઈ ગયું?

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો