ગુજરાત/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ કોર્ષમાં ફક્ત 40 બેઠકો ભરાઈ, વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટી તરફ વળ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મોટાભાગના કોર્ષમાં બેઠકો ખાલીખમ છે. ગુજરાત બોર્ડના પરિણામોને સમય થવા છતાં પણ આજ સુધીમાં ફક્ત 40.35 ટકા જેટલી બેઠકો ભરાઈ છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 12T165553.810 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ કોર્ષમાં ફક્ત 40 બેઠકો ભરાઈ, વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટી તરફ વળ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મોટાભાગના કોર્ષમાં બેઠકો ખાલીખમ છે. ગુજરાત બોર્ડના પરિણામોને સમય થવા છતાં પણ આજ સુધીમાં ફક્ત 40.35 ટકા જેટલી બેઠકો ભરાઈ છે. વિદ્યાર્થીઓ હવે સરકારી કરતાં ખાનગી યુનિવર્સિટિ તરફ વળ્યા છે. સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં વધુ પડતો વિલંબ થવાના કારણે અડધા કરતાં પણ વધુ બેઠકો ખાલી પડી છે. ગુજરાત બોર્ડના ધો.12ના પરિણામ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ રાઉન્ડમાં માત્ર 40 ટકા બેઠકો ભરાઈ છે.

બિનશૈક્ષણિક સ્ટાફ RTI

સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ 1,18,240 બેઠકો છે તેની સામે હજુ સુધી ફક્ત 47,714 વિદ્યાર્થીઓએ એડમિશન માટે અરજી કરી છે. આ અરજી કરનાર વિદ્યાર્થીઓમાં ખાસ એજ્યુકેશન, સાયન્સ, આર્કિટેક્ચર, આર્ટસ, બિઝનેસ મેનેજમેન્ટ, કોમર્સ, મેડિકલ, હોમ સાયન્સ, લો, પરર્ફોર્મિંગ આર્ટસ સહિતની ફેકલ્ટી માટે રજીસ્ટ્રેશન કર્યું છે. કહી શકાય કે પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડમાં 60 ટકા જેટલી બેઠકો ખાલીખમ છે. આગામી દિવસોમાં વધુમાં વધુ 20 ટકા બેઠકો ભરાવાનું અનુમાન છે કારણ કે વિદ્યાર્થીઓએ એડમિશન ના મળવાના ડરમાં ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા લાગ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં