સુરેન્દ્રનગર/ વઢવાણ મૂળચંદ રોડ ઉપર આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો થયાને 1 વર્ષ પૂર્ણ છતાં કામ અધુરૂ.

ખેડૂતો અને બાગાયત ખેતી કરનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન માંથી શુદ્ધ થયેલ પાણી ખરીદવા ત્યાર નથી

Gujarat
Untitled 250 વઢવાણ મૂળચંદ રોડ ઉપર આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો થયાને 1 વર્ષ પૂર્ણ છતાં કામ અધુરૂ.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળચંદ રોડ ઉપર સરકાર દ્વારા ગંદુ પાણી શુદ્ધ કરવા માટે રૂપિયા ૩૮ કરોડ રૂપિયાના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે તે હાલમાં ૯૦ ટકા જેટલું કામ આ પ્લાન્ટનું પૂર્ણ થઇ ચૂક્યું છે ફક્ત પાઈપલાઈન નાંખવાનું કામ હવે બાકી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ના મુળચંદ ગામે સરકાર દ્વારા સમગ્ર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારનો ગંદુ પાણી પમ્પિંગ સ્ટેશનના મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે અને પ્લાન્ટમાં પહોંચાડી અને આ પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ત્યારે ખાસ આ સમગ્ર પ્લાન્ટ ઉભો કરતા બે વર્ષ જેટલો સમય ગાળો થવા પામ્યો હતો ત્યારે હાલમાં ૯૦ ટકા જેટલું કામ આ પ્લાન્ટનું પૂર્ણ થઇ ચૂક્યું છે જ્યારે આ પ્લાન્ટમાં સુધી થયેલું પાણી બગીચા ખેતી અને બાગાયતી ખેતી કરનાર ને આપવામાં આવશે તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળચંદ રોડ રૂપિયા 38 કરોડના ખર્ચે સરકાર દ્વારા પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે હવે ફક્ત પાઇપલાઇનો નાંખવાનો બાકી છે ત્યારે આ પ્લાન્ટમાં સમગ્ર શહેરી વિસ્તાર નો વપરાશ થયેલું ગંદુ પાણી સુધી થવા માટે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ત્યારે આ પાણી શુદ્ધ કરવા માટે બે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે આ પ્લાન્ટ ઉભો કરવા માટે એનવાયરો ઇન્ફ્રા ઈનજીનીયર પ્રાઇવેટ લિમિટેડ ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જ્યારે હાલમાં ૯૦ ટકા જેટલું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે ત્યારે ફક્ત શુદ્ધ પાણી ખેતી સુધી પહોંચાડવાની પાઇપલાઇનો બાકી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનું ગમે તેવું અશુદ્ધ પાણી પમ્પિંગ સ્ટેશનના મારફતે આ પ્લાન્ટમાં પહોંચાડવામાં આવી રહ્યું છે અને શુદ્ધ કરવામાં આવી રહ્યું છે ત્યારે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે ફક્ત પાઈપલાઈનનું કામ છેલ્લા એક વર્ષથી બાકી રહ્યું છે.

જેને લઈ અનેક પ્રકારની લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા એક વર્ષથી કામકાજ પૂર્ણ થઇ ચૂકયું છે પરંતુ શુદ્ધ કરેલું પાણી ક્યાંથી લાવું તો એક પાલિકા તથા એન્જિનિયરો માટે મોટો સવાલ ઉભો થયો છે કારણકે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારનો ગંદુ પાણી તો ત્યાં લઈ જવામાં આવી જ રહ્યું છે પરંતુ શુદ્ધ પાણી હાલમાં ક્યાં ઠાલવવુ તે એક મોટો સવાલ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે એક વર્ષથી કામકાજ પૂર્ણ ચૂકયું છે પરંતુ પાઇપલાઇનનો તથા કોઈ શુદ્ધ પાણીની વ્યવસ્થા ન થતા હાલમાં જાહેર રોડ રસ્તા ઉપર આ પાણી છોડી મૂકવામાં આવી રહ્યું છે.