Not Set/ ચીનમાં અધિકારીઓએ ચર્ચ કરાવ્યા બંધ, પવિત્ર ખ્રિસ્તીધર્મનો ગ્રંથ બાઈબલને સળગાવ્યું, વાંચો સમગ્ર મામલો

બીજિંગ ચીનની રાજધાની બીજિંગ સહિત બીજા શહેરમાં કેટલાક ઓફિસરોએ પવિત્ર ગ્રંથ બાઈબલને સળગાવ્યું હતું  અને  ક્રોસને તોડ્યા હતા. તેટલું જ નહી પરંતુ ઘણી ચર્ચને પણ બંધ કરી દીધી હતી. ખ્રિસ્તી લોકો સાથે  એક કાગળ પર સહી કરાવી હતી. આ કાગળમાં લખ્યું હતું કે અમે અમારો ધર્મ છોડી રહ્યા છીએ. ચીનમાં પાદરી અને અલ્પસંખ્યક એક ગ્રુપ […]

World Trending
stmonica 6 ચીનમાં અધિકારીઓએ ચર્ચ કરાવ્યા બંધ, પવિત્ર ખ્રિસ્તીધર્મનો ગ્રંથ બાઈબલને સળગાવ્યું, વાંચો સમગ્ર મામલો

બીજિંગ

ચીનની રાજધાની બીજિંગ સહિત બીજા શહેરમાં કેટલાક ઓફિસરોએ પવિત્ર ગ્રંથ બાઈબલને સળગાવ્યું હતું  અને  ક્રોસને તોડ્યા હતા. તેટલું જ નહી પરંતુ ઘણી ચર્ચને પણ બંધ કરી દીધી હતી. ખ્રિસ્તી લોકો સાથે  એક કાગળ પર સહી કરાવી હતી. આ કાગળમાં લખ્યું હતું કે અમે અમારો ધર્મ છોડી રહ્યા છીએ. ચીનમાં પાદરી અને અલ્પસંખ્યક એક ગ્રુપ દ્વારા આ જાણકારી મળી હતી.

તમને જણાવી દઈએ કે આની પહેલા પણ ચીને મસ્જીદને તોડવાના આદેશ આપ્યા હતા પરંતુ મુસ્લિમ સંગઠનના વિરોધને લીધે ચીને પોતાનો આદેશ પાછો લઇ લીધો હતો.

ચીનના કાનુની નિયમ મુજબ ત્યાની સરકાર જે જગ્યાએ ભગવાનને પ્રાર્થના કરવાનું કહે  છે તે જગ્યાએ જ તમે કરી શકો છો પરંતુ ચીનમાં એવા ઘણા અન્ડરગ્રાઉન્ડ ચર્ચ છે કે જેને ચીનની સરકારે મંજુરી નથી આપી.

ચીનને પોતાના ગવર્મેન્ટના રૂલને ફોલો કરે તેવા લોકો જોઈએ છે જયારે હાલ ચીનમાં ૩૮ મિલિયન લોકો એવા છે જે લોકો વેસ્ટર્ન ખ્રિસ્તી ચર્ચને ફોલો કરે છે. સુત્રોના જણવ્યા પ્રમાણે એવું અનુમાન લગાવવામાં આવે છે કે થોડા જ સમયમાં ચીનમાં દુનિયાની  સૌથી વધારે ખ્રિસ્તી ધર્મના લોકોની જનસંખ્યા હશે.