Not Set/ ચીનને ઝટકો, ભારતને મળ્યો આ મહત્વનો પ્રોજેક્ટ

શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ભારત પ્રવાસ પહેલા, ત્યાંની સરકારે ભારતને એક ખાસ ભેંટ આપી છે. શ્રીલંકાએ 30 કરોડ ડોલરની હાઉસિંગ ડીલ ચીની કંપનીને આપવાનો ફેંસલો બદલી નાખ્યો છે. શ્રીલંકાની સરકારે કહ્યું કે, આ ડીલ હવે ભારતીય કંપની સાથે જોઈન્ટ વેન્ચરમાં પુરી કરવામાં આવશે. શ્રીલંકાના પીએમ શનિવારે ભારતના પ્રવાસે આવશે. જણાવી દઈએ કે,દઈએ કે, ચીનની સરકારી કંપની ચાઈના […]

Top Stories World
180426102455 xi jinping narendra modi tease super tease ચીનને ઝટકો, ભારતને મળ્યો આ મહત્વનો પ્રોજેક્ટ

શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ભારત પ્રવાસ પહેલા, ત્યાંની સરકારે ભારતને એક ખાસ ભેંટ આપી છે. શ્રીલંકાએ 30 કરોડ ડોલરની હાઉસિંગ ડીલ ચીની કંપનીને આપવાનો ફેંસલો બદલી નાખ્યો છે. શ્રીલંકાની સરકારે કહ્યું કે, આ ડીલ હવે ભારતીય કંપની સાથે જોઈન્ટ વેન્ચરમાં પુરી કરવામાં આવશે. શ્રીલંકાના પીએમ શનિવારે ભારતના પ્રવાસે આવશે.

NPIC 201810197437 e1539934456140 ચીનને ઝટકો, ભારતને મળ્યો આ મહત્વનો પ્રોજેક્ટ

જણાવી દઈએ કે,દઈએ કે, ચીનની સરકારી કંપની ચાઈના રેલવે પેઇચિંગ એન્જીનીયરીંગ ગ્રુપ લિમિટેડે એપ્રિલમાં શ્રીલંકાના જાફનામાં 40,000 ઘરો બનાવવાનો 30 કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. આ પ્રોજેક્ટને ચીનની એગઝીમ બેન્ક ફંડિંગ કરી રહી હતી.

જોકે,  સ્થાનિક લોકો તરફથી ઇંટના ઘરોની માંગ થવાથી આ પ્રોજેક્ટ ફસાઈ ગયો હતો. ચીનની કંપની કોન્ક્રીટ સ્ટ્રક્ચરના હિસાબથી ઘર બનાવવા તૈયાર હતી.

0001 house e1539934638156 ચીનને ઝટકો, ભારતને મળ્યો આ મહત્વનો પ્રોજેક્ટ

બુધવારે શ્રીલંકા સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, કેબિનેટે 28,000 ઘરો બનાવવા માટે 3580 કરોડ રૂપિયાનો નવો પ્રસ્તાવ પાસ કર્યો છે. આને ભારતીય કંપની એનડી એન્ટરપ્રાઇઝ, શ્રીલંકાની બે કંપનીઓ સાથે મળીને બનાવશે. એમણે જણાવ્યું કે, કુલ 65,000 ઘરોની જરૂર છે, જેમાંથી આટલા ઘરો માટે પ્રસ્તાવ પાસ થયો છે.