Not Set/ ઈરાન/ કાસીમ સુલેમાનીની અંતિમયાત્રામાં મચી ભાગદોડ, 35ના મોત, 48 ઘાયલ

અમેરિકી હુમલામાં માર્યા ગયેલા ઈરાની સેનાના જનરલ કાસિમ સુલેમાનીનો મૃતદેહ  જ્યારે તેમના વતન કરમાનમાં લાવવામાં આવ્યો અને તેમની અંતિમ યાત્રા દરમિયાન નાસભાગમાં મચી ગઈ હતી. જેમાં 35 થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. જ્યારે 48 જેટલા લોકો ઘાયલ થયા છે. ઈરાન મીડિયાના જણાવ્યા અનુસાર જનરલ કાસિમ સુલેમાનીને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો […]

Top Stories World
aaaaaaaaaamay 11 ઈરાન/ કાસીમ સુલેમાનીની અંતિમયાત્રામાં મચી ભાગદોડ, 35ના મોત, 48 ઘાયલ

અમેરિકી હુમલામાં માર્યા ગયેલા ઈરાની સેનાના જનરલ કાસિમ સુલેમાનીનો મૃતદેહ  જ્યારે તેમના વતન કરમાનમાં લાવવામાં આવ્યો અને તેમની અંતિમ યાત્રા દરમિયાન નાસભાગમાં મચી ગઈ હતી. જેમાં 35 થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. જ્યારે 48 જેટલા લોકો ઘાયલ થયા છે.

ઈરાન મીડિયાના જણાવ્યા અનુસાર જનરલ કાસિમ સુલેમાનીને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમયાત્રામાં જોડાવા કરમાન પહોંચ્યા હતા.

રિવોલ્યુશનરી ગાર્ડની ફોરેન શાખાના કમાન્ડરના વતનમાં મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ વિદાય માટે આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તેહરાન, કોમ, મશહદ અને અહવાઝમાં ઘણા લોકો શેરીઓમાં હાજર હતા. રાષ્ટ્રીય ધ્વજમાં લપેટાયેલા બે શબોને  રાખવામાં આવ્યા હતા અને  ત્યાં મોટી સંખ્યામાં લોકો આઝાદી ચોક ખાતે એકઠા થયા હતા.

એક શબપેટી જનરલ સુલેમાનીની હતી અને બીજી તેના નજીકના સાથી બ્રિગેડિયર જનરલ હુસેન પુરાજાફરીની હતી. સુલેમાની અંતિમ વિદાય બપોરે 2 થી 4 દરમિયાન શહીદ સ્મશાન ખાતે કરવામાં આવશે. તે ભારતીય સમયની સાંજનાં ચારથી છ વાગ્યાની વચ્ચે રહેશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકી હુમલામાં કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા, બંને દેશો વચ્ચે તણાવ ચાલુ છે. બગદાદ એરપોર્ટ પર યુએસ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનની કુડ્સ ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાની શહીદ થયા હતા. ત્યારબાદથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ઈરાને યુ.એસ. ને ચેતવણી આપી છે કે પરિણામોને યુ.એસ. સહન કરવા તૈયાર રહેવું જોઈએ. તે જ સમયે, ઇરાનની સંસદે મંગળવારે એક ખરડો પસાર કર્યો, જેમાં યુએસના તમામ દળોને આતંકવાદી જાહેર કર્યા. બગદાદમાં અમેરિકન ડ્રોન હુમલામાં જનરલ કાસિમ સુલેમાનીની હત્યા થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કુડ્સ ફોર્સના વડા તરીકે, સુલેમાની લેબનોન અને ઇરાકથી સીરિયા અને યમન સુધીના પ્રાદેશિક સત્તાના સંઘર્ષોમાં તેહરાનની દખલ માટે જવાબદાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.