Not Set/ દુનિયાના દરેક ૫ દેશોમાંથી એકમાં છે ધાર્મિક સ્વતંત્રતાનું જોખમ, એક રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્હી, દુનિયાભરમાં એક ધાર્મિક સ્વતંત્રતાને લઇ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ચોકાવનારો ખુલાસો થયો છે. એક કેથોલિક NGO દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં રાષ્ટ્રવાદને લઇ વધી રહેલી આક્રમકતાને જોતા દુનિયાના દરેક ૫ દેશોમાંથી એકને ધાર્મિક સ્વતંત્રતાને લઈ ધમકી મળી રહી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી જૂન, ૨૦૧૮ […]

Top Stories World Trending
religiousfreedom દુનિયાના દરેક ૫ દેશોમાંથી એકમાં છે ધાર્મિક સ્વતંત્રતાનું જોખમ, એક રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્હી,

દુનિયાભરમાં એક ધાર્મિક સ્વતંત્રતાને લઇ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ચોકાવનારો ખુલાસો થયો છે. એક કેથોલિક NGO દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં રાષ્ટ્રવાદને લઇ વધી રહેલી આક્રમકતાને જોતા દુનિયાના દરેક ૫ દેશોમાંથી એકને ધાર્મિક સ્વતંત્રતાને લઈ ધમકી મળી રહી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી જૂન, ૨૦૧૮ સુધી દુનિયાના ૨૧૨ દેશોમાં ચર્ચને મદદ કરવાના કેસમાં ધાર્મિક સતાવણીની ઘટનાઓ સામે આવી છે. આ દેશોમાં ભારત, ચીન, મ્યાનમાર જેવા દેશોનો સમાવેશ થાય છે.

INDIA libert%C3%A0 religiosa pericolo દુનિયાના દરેક ૫ દેશોમાંથી એકમાં છે ધાર્મિક સ્વતંત્રતાનું જોખમ, એક રિપોર્ટમાં થયો ખુલાસો
world-One five countries world risk religious freedom one report

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દુનિયાના ૩૮ દેશોમાં સ્વતંત્રતા અંગે ધમકી મળે છે, પરંતુ આ દેશોમાંથી ૧૮ દેશો એવા છે જ્યાં સ્વતંત્રતા અંગેની પરિસ્થિતિ ખુબ વિકટ છે જેમાં દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારત અને ચીનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અલ્ગેરિયા, તુર્કી અને રશિયા સહિતના દુનિયાના ૧૭ દેશોમાં ભેદભાવના કાયદા અંગે જણાવવામાં આવ્યું છે.

article 55b646d2cdbe1 દુનિયાના દરેક ૫ દેશોમાંથી એકમાં છે ધાર્મિક સ્વતંત્રતાનું જોખમ, એક રિપોર્ટમાં થયો ખુલાસો
world-One five countries world risk religious freedom one report

એઇડ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલો રિપોર્ટ એ ૧૪મુ એડિશન છે, જેમાં દુનિયાના ૧૯૬ દેશોના ધર્મોને કવર કરવામાં આવે છે. આ રિપોર્ટને સ્વતંત્ર પત્રકારોની સહાયથી દર બે વર્ષે હાથ ધરવામાં આવે છે.

ફ્રાંસના પાટનગર પેરિસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં NGOના ફ્રેંચ પ્રકારના હેડે કહ્યું હતું કે, “અમે ધાર્મિક સ્વતંત્રતા પરના હુમલાના ત્રાસવાદનું અવલોકન કર્યું છે”.