Not Set/ સુડાનમાં હેલીકોપ્ટર ક્રેશ થતા ૫ અધિકારીઓના મોત

આફ્રિકન દેશ સુડાનમાં રવિવારે એક હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. પૂર્વ રાજ્યપાલ સહિત પાંચ અધિકારીઓ અને મંત્રીઓ મોતને ભેટ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ હેલીકોપ્ટર જયારે જમીન પર ઉતરી રહ્યું હતું ત્યારે એક ટાવર સાથે અથડાયું હતું જેને લીધે તેમાં આગ લાગી હતી. સ્થાનિક ચેનલના કહેવા  પ્રમાણે આ દુર્ઘટનામાં અલ-કાદરીફના રાજ્યપાલ મીરઘની સાલેહ, કેબીનેટ ચીફ, સ્થાનિક […]

World Trending
f7eba92c8a4949af90b9f47d3a92677d 18 સુડાનમાં હેલીકોપ્ટર ક્રેશ થતા ૫ અધિકારીઓના મોત

આફ્રિકન દેશ સુડાનમાં રવિવારે એક હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. પૂર્વ રાજ્યપાલ સહિત પાંચ અધિકારીઓ અને મંત્રીઓ મોતને ભેટ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ હેલીકોપ્ટર જયારે જમીન પર ઉતરી રહ્યું હતું ત્યારે એક ટાવર સાથે અથડાયું હતું જેને લીધે તેમાં આગ લાગી હતી.

સ્થાનિક ચેનલના કહેવા  પ્રમાણે આ દુર્ઘટનામાં અલ-કાદરીફના રાજ્યપાલ મીરઘની સાલેહ, કેબીનેટ ચીફ, સ્થાનિક કૃષિ મંત્રી, સ્થાનિક પોલીસ પ્રમુખ અને સીમા સુરક્ષાના મુખ્ય અધિકારીનું મૃત્યુ થયું છે.

આ દુર્ઘટના ઇથીયોપિયા સીમા નજીક બની હતી.

૬ લોકોથી પણ વધારે અધિકારીઓના  મૃત્યુ થયા છે અને બીજા લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ઓક્ટોમ્બર મહિનામાં સેનાના બે પ્લેન ખાર્તુમ એરપોર્ટ નજીક રન-વે પર અથડાયું હતું જેના લીધે આઠ લોકો ઘાયલ થયા હતા.

સપ્ટેમ્બર મહિનામાં આર્મીનું પ્લેન ક્રેશ થતા બે પાયલોટના મોત થયા હતા.