Not Set/ વડાપ્રધાન મોદીને મળ્યું યૂએઇનું સૌથી મોટું સમ્માન, ઝાયેદ મેડલથી નવાજીત કરાયા

સયુંક્ત અરબ અમીરાત (યૂએઇ) ના રાષ્ટ્રપતિ ખલીફા બિન ઝાયેદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝાયેદ મેડલથી સમ્માનિત કર્યા છે. આ બાબત અબુધાબીના ક્રાઉન પ્રિંસ અને સંયુક્ત અરબ અમીરાત સશસ્ત્ર બળના ડેપ્યુટી સુપ્રીમ કમાંડર શેખ મોહમ્મદ બિન ઝાયેદે એક ટ્વિટ મારફત જણાવ્યું હતું. Shaikh Mohammed bin Zayed, Crown Prince of Abu Dhabi and Deputy Supreme Commander of the […]

India Trending
Narendra Modi વડાપ્રધાન મોદીને મળ્યું યૂએઇનું સૌથી મોટું સમ્માન, ઝાયેદ મેડલથી નવાજીત કરાયા

સયુંક્ત અરબ અમીરાત (યૂએઇ) ના રાષ્ટ્રપતિ ખલીફા બિન ઝાયેદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝાયેદ મેડલથી સમ્માનિત કર્યા છે. આ બાબત અબુધાબીના ક્રાઉન પ્રિંસ અને સંયુક્ત અરબ અમીરાત સશસ્ત્ર બળના ડેપ્યુટી સુપ્રીમ કમાંડર શેખ મોહમ્મદ બિન ઝાયેદે એક ટ્વિટ મારફત જણાવ્યું હતું.

તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે ભારત સાથે અમારા ઐતિહાસિક સંબંધો છે. મારા પ્રિય મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિર્ણાયક ભૂમિકાને કારણે બન્ને દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત થયા છે. તેના આ જ પ્રયાસોની પ્રશંસારૂપે યૂએઇના રાષ્ટ્રપતિએ તેને ઝાયેદ મેડલ પ્રદાન કર્યું છે.

ઝાયેદે બન્ને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને એકબીજાને સતત સહયોગ આપવા પર ખુશી વ્યક્ત કરી. તેની સાથોસાથ આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે બન્ને દેશો અને તેની જનતા નિરંતર પ્રગતિ, સમૃદ્વિ, સુરક્ષા તેમજ સ્થિરતા હાંસલ કરશે.

શું છે ઝાયેદ મેડલ?

આ મેડલ, રાજાઓ, રાષ્ટ્રપતિ અને રાજ્યના પ્રમુખોને અપાતું સર્વોચ્ચ સમ્માન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ ક્ષેત્રોમાં યૂએઇ અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો માટે તેમજ નોંધપાત્ર ભૂમિકા નિભાવવા બદલ આ મેડલથી નવાજવામાં આવ્યા છે.