Not Set/ સંયુક્ત રાષ્ટ્રમાં મહાત્મા ગાંધી પર ટપાલ ટિકિટ જાહેર, PM મોદીએ સોલાર પાર્કનું કર્યું ઉદ્ધાટન

સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ મહાત્મા ગાંધી પર સંયુક્ત રાષ્ટ્રના ટપાલ ટિકિટનું ઉદ્ધાટન કર્યું હતું. આ ટિકિટ ‘સમકાલીન વિશ્વમાં મહાત્મા ગાંધીની પ્રાસંગિકતા’ કાર્યક્રમમાં બહાર પાડવામાં આવી હતી. આ અગાઉ વડાપ્રધાન મોદી, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જાઇ ઇન સહિત વિશ્વના અન્ય નેતાઓની હાજરીમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથક પર મહાત્મા […]

Top Stories World
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 3 સંયુક્ત રાષ્ટ્રમાં મહાત્મા ગાંધી પર ટપાલ ટિકિટ જાહેર, PM મોદીએ સોલાર પાર્કનું કર્યું ઉદ્ધાટન

સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ મહાત્મા ગાંધી પર સંયુક્ત રાષ્ટ્રના ટપાલ ટિકિટનું ઉદ્ધાટન કર્યું હતું. આ ટિકિટ ‘સમકાલીન વિશ્વમાં મહાત્મા ગાંધીની પ્રાસંગિકતા’ કાર્યક્રમમાં બહાર પાડવામાં આવી હતી.

આ અગાઉ વડાપ્રધાન મોદી, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જાઇ ઇન સહિત વિશ્વના અન્ય નેતાઓની હાજરીમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથક પર મહાત્મા ગાંધી સોલર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

महात्मा गांधी पर डाक टिकट

ગાંધીજીએ તેમને પણ પ્રેરણા આપી જેઓ તેમને ક્યારેય નથી મળ્યા : મોદી

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ગાંધીજીએ તેમને પણ પ્રેરણા આપી જેઓ તેમને ક્યારેય મળ્યા નથી. માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલાની નીતિઓ અને વિચારધારા મહાત્મા ગાંધીની દ્રષ્ટિ પર આધારિત હતી.

તેમણે કહ્યું કે ગાંધીજીએ તેમના જીવનમાં ક્યારેય પ્રભાવ લાવવાનો પ્રયાસ કર્યો નહીં પરંતુ તે પ્રેરણારૂપ બન્યો. આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં ‘કેવી રીતે પ્રભાવિત કરવાનું ચલણ છે પરંતુ ગાંધીજીની દ્રષ્ટિ ‘પ્રેરણા કેવી રીતે લેવી’ તે હતી.

અંધારામાં પ્રકાશ જેવા હતા મહાત્મા ગાંધી: શેખ હસીના

બીજી બાજુ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે ગાંધીજી એક સાચા દેશભક્ત, રાજકારણી અને સંત હતા. તેમણે પોતાનું જીવન માનવજાતને સમર્પિત કર્યું. તે અંધકારમાં આશા અને પ્રકાશની કિરણ જેવા હતા.

શેખ હસીનાએ કહ્યું હતું કે ગાંધીજીના સામાન્ય લોકો પ્રત્યેના પ્રેમ અને અહિંસાના તત્વોએ તત્કાલીન પાકિસ્તાની નેતાઓના શાંતિપ્રેમી બંગાળી પર જુલમ અને અત્યાચાર સામે બંગબંધુ શેઠ મુજીબના સંઘર્ષ, અસહકારના વલણને આકાર આપવામાં ફાળો આપ્યો હતો.

મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજના સમયમાં તેમના મંતવ્યો અને મૂલ્યો પર સતત ચર્ચા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.