Not Set/ ઝિમ્બાબ્વેમાં ગમખ્વાર રોડ અકસ્માત, 47ના મોત

ઝિમ્બાબ્વેમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં 47 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માત દેશના દક્ષિણપૂર્વમાં બે બસો સામ-સામે ટકરાવવાથી થયો હતો. આ ઘટનામાં ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત મનિકાલેન્ડ પ્રાંત નજીક રુસપેની નજીક […]

World Trending
mantavya 1 54 ઝિમ્બાબ્વેમાં ગમખ્વાર રોડ અકસ્માત, 47ના મોત

ઝિમ્બાબ્વેમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં 47 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માત દેશના દક્ષિણપૂર્વમાં બે બસો સામ-સામે ટકરાવવાથી થયો હતો.

આ ઘટનામાં ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત મનિકાલેન્ડ પ્રાંત નજીક રુસપેની નજીક થયો હતો, જે રાજધાની હરારેથી લગભગ 156 કિલોમીટર દૂર છે.

Bus crash 2 ઝિમ્બાબ્વેમાં ગમખ્વાર રોડ અકસ્માત, 47ના મોત

આ અકસ્માતમાં કુલ 47 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 45 પુખ્ત વયના અને 2 માસૂમ બાળકો પણ સામેલ છે.

આ ઘટનામાં એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટનામાં 47 લોકોના મોત નિપજ્યા છે, સાથે ઘણા મુસાફરો ઘાયલ થયા છે. જો કે, તેમણે ઘટનાનું કારણ વિશે કોઇ વધુ વાત કરી નહોતી. તેમને બસ એટલું કહ્યું કે, હાલ ઘટનાનીતપાસ ચાલી રહી છે.

સ્થાનીય પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થઇ શકે છે અને પોલીસ આ ઘટના અંગે હાલ તપાસ કરી રહી છે.