Not Set/ પ્રિયંકા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લખ્યું તો ખાવી પડશે જેલની હવા

દિલ્હી, કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિના ઉતર્યા બાદ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર જબરદસ્ત અપ્રચારનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જો કે પ્રિયંકા વિરુદ્ધ કેટલોક સમય સોશિયલ મીડિયામાં મારો ચાલ્યા બાદ હવે કોંગ્રેસે આની સામે કાયદાકીય શસ્ત્ર.કાઢ્યું છે. કોંગ્રેસે રાજધાની દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોની રાજધાનીમાં એફઆઈઆર દાખલ કરવવા જઈ રહી છે. જેટલા લોકોએ સોશિયલ […]

Top Stories India Politics
priyanka gandhi vadra પ્રિયંકા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લખ્યું તો ખાવી પડશે જેલની હવા

દિલ્હી,

કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિના ઉતર્યા બાદ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર જબરદસ્ત અપ્રચારનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જો કે પ્રિયંકા વિરુદ્ધ કેટલોક સમય સોશિયલ મીડિયામાં મારો ચાલ્યા બાદ હવે કોંગ્રેસે આની સામે કાયદાકીય શસ્ત્ર.કાઢ્યું છે.

કોંગ્રેસે રાજધાની દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોની રાજધાનીમાં એફઆઈઆર દાખલ કરવવા જઈ રહી છે. જેટલા લોકોએ સોશિયલ મીડીયામાં પ્રિયંકા સામે ગમે તેવી અભદ્ર પોસ્ટ મૂકી હશે તેની સામે પોલીસ ફરિયાદ કરાશે.

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવના જણાવ્યા અનુસાર કોંગ્રેસની મહિલા પાંખ સોમવારે દેશના દરેક રાજ્યની રાજધાનીમાં એફઆઈઆર દાખલ  કરશે. આ કામ દિલ્હીથી શરુ કરવામાં આવશે.

આ અંગે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવે કહ્યું છે જ્યારથી પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિના પ્રવેશ કર્યો છે ત્યારથી ભાજપ નેતાઓ તેમની વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણીઓ કરી છે. તેમને નજર અંદાજ કરવાની કોશિષ કરવામાં આવી રહી છે. તેમજ સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ દુર્ભાગ્યપૂર્ણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે સક્રિય રાજનીતિના પ્રવેશ મુદ્દે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતે જ તેમની પર ટીપ્પણી કરી ચુક્યા છે. હિમાચલ પ્રદેશમાં અમિત શાહે કહ્યું કે ભાજપ સરકાર એક વર્ષની અંદર વન રેન્ક વન પેન્શન યોજનાનો વાયદો નિભાવ્યો. પરંતુ કોંગ્રેસ માટે ઓઆરઓપી નો મતલબ ઓન્લી રાહુલ ઓન્લી પ્રિયંકા છે.  મોદીજીએ વન રેન્ક વન પેન્શન આપ્યું સેનાના જવાનોને, શહીદની વિધવાઓને તેમણે આપ્યા “ઓન્લી રાહુલ ઓન્લી પ્રિયંકા”  વન રેન્ક વન પેન્શન.

હિમાચલ પ્રદેશમાં ભાજપ અધ્યક્ષ  અમિત શાહે આ ટીપ્પણી એવા સમયે કરી જયારે રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશનો પ્રભાર સોંપ્યો  હતો. તેમજ પ્રિયંકા ગાંધી સોમવારે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળશે.