સુરત/ જન્મદાતા જ બન્યા યમરાજ, પિતાને બેદરકારીના લીધે ત્રણ વર્ષની દીકરીનું મોત

ટ્રેકટર રિવર્સમાં લેવા જતા એક દીકરી ટ્રેકટર નીચે કચડાય ગયું હોવાની બુમાબુમ થઈ ગઈ હતી. ઉતરીને જોતા કાળનો કોળિયો બનેલી માસુમ મારી જ નાની દીકરી શીતલ (ઉ.વ. 3) હતી.

Gujarat Surat
બેદરકારીના

સુરતના અડાજણ-પાલના એક નવ નિર્મિત કોમ્પ્લેક્ષમાં ટ્રેકટર ચાલક પિતાએ પોતાની જ ત્રણ વર્ષની માસુમ દીકરીને કચડી નાખતા ચકચાર મચી ગઈ છે.  ટ્રેકટર ચાલક પિતાની બેદરકારીના લીધે કારણે ત્રણ વર્ષની માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે. કોમ્પ્લેક્સ કંપાઉન્ડમાં ટ્રેકટર રિવર્સમાં લેવા જતા દુર્ઘટના સર્જાઇ હતી. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અડાજણ પાલના નવ નિર્મિત કોમ્પ્લેક્સ શ્રીપથમાં મજૂરીકામ કરી પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. આજે સવારે 10 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી.

આ પણ વાંચો :પોરબંદરના અરબી સમુદ્રમાં સર્જાઇ દુર્ઘટના, 16 ક્રૂ મેમ્બરો સાથે બોટ પલટી

સુરેશભાઈ બારિયા (પીડિત પિતા)એ કહ્યું હતું કે તેઓ જાલોદના રહેવાસી છે. ત્રણ મહિનાથી અડાજણ પાલના નવનિર્મિત કોમ્પ્લેક્સ શ્રીપથમાં લેબર (મજૂરી) કામ કરી પત્ની અને બે માસૂમ દીકરી સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. આજે સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં પડેલું છારું ભરવાનું કામ મળતાં ટ્રેકટર મગાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેકટર રિવર્સમાં લેવા જતા એક દીકરી ટ્રેકટર નીચે કચડાય ગયું હોવાની બુમાબુમ થઈ ગઈ હતી. ઉતરીને જોતા કાળનો કોળિયો બનેલી માસુમ મારી જ નાની દીકરી શીતલ (ઉ.વ. 3) હતી. લોહી લુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા મૃત જાહેર કરવામાં આવી છે. કોન્ટ્રાકટર રાજુભાઇના માર્ગ દર્શન કામ ચાલતું હોવાનું સુપર વાઇઝરે જણાવ્યું હતું. હાલમાં આ ઘટના અંગે અડાજણ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :યુવક-યુવતી રાધનપુરથી અંબાજી જતી બસમાં બેઠા, સ્ટોપ આવતા કંડક્ટરે જગાડ્યા તો ઉઠ્યા જ નહિ…

તપાસમાં સામે આવ્યુ કે, સુરેશની બંને દીકરીઓ નવનિર્મિત કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં રમી રહી હતી. તેમાંથી એક દીકરી શીતલ ટ્રેક્ટરની આસપાસ હતી. પરંતુ સુરેશને એ વાતની ખબર ન હતી કે, દીકરી ટ્રેક્ટરની પાછળ છે. આ ઘટનાથી સુરેશ અને તેની પત્ની આઘાતમાં આવી ગયા હતા.

પોતાની જ બેદરકારીને લીધે પોતાની દીકરી ગુમાવનાર પિતાએ કહ્યું કે મારી હું મારી જાતને કદી માફ નહિ કરી શકું. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :જામનગરમાં ઘેટા ચરાવતા વૃદ્ધ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઉતાર્યા મોતને ઘાટ

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23,150  કેસ નોંધાયા, જયારે 15 ના મોત થયા

આ પણ વાંચો :આરોગ્ય વિભાગ દ્વારા શહેરના પ્રખ્યાત અનામના ઘૂઘરા સહિત 8 ફરસાણની દુકાનમાં ચેકિંગ કરાયું